________________
માર્ગાનુસારીના નિયમો.
૧૦૯
-~~-~~-~~~-~~-
~
નિયમ ત્રીસમે. જીવનના ઉચ્ચ ઉદ્દેશની સિદ્ધિ અર્થે પ્રગતિ. જીવનના ઉચ્ચ ઉદ્દેશ સાધ્ય થાય તે માટે પ્રયત્નશીલ રહેવું એ માર્ગાનુસારીઓને પાળવાને એક ઉત્તમ નિયમ છે. દિનપ્રતિદિન આત્માની પ્રગતિ થતી રહે એવું વર્તન માર્ગાનુસારી માટે પ્રશંસનીય છે.
નિયમ એકત્રીસમે. જે કાર્યો અમુક સમયે કરવાં જેવાં હોય તે કાર્યો માનુસારીએ અવશ્ય કરવાં. અમુક સમયે અમુક કાર્ય કરવા જેવું નથી, એવી પ્રતીતિ થાય તે એ કાર્ય બંધ કરવું. અકાર્યોથી સદા પરાક્ષુખ રહેવું ઘટે.
નિયમ બત્રીસમે. શાસ્ત્ર-વાંચન. માર્ગાનુસારીએ નિત્ય શાસ્ત્ર-શ્રવણું કરવું જોઈએ કે ધર્મશાસ્ત્રો વાંચવાં જોઈએ, તેથી સમ્પ્રતીતિ અને સત્યશ્રદ્ધાની પરિણતિ થાય છે. આત્મ-પરીક્ષણથી ધર્મ-નિયમનાં અધિક પાલનની આવશ્યકતા સમજી શકાય છે. સમ્યક્ત્વભાવના આંતરચિહ્નને અભાવે યથાયેગ્ય આત્મપરીક્ષણથી આત્મ–પ્રગતિમાં પિતાની વાસ્તવિક સ્થિતનું ભાન થાય છે.
નિયમ તેત્રીસમો. કદાગ્રહનો ત્યાગ. કેઈના ઉપર વિજય મેળવવાની કે કેઈનું અહિત કરવાની ઈચ્છાથી કઈ દુષ્ટ કે નૈતિક