________________
૧૦૮
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
રીતે દુનીયા
પ્રાપ્તિ મારા જીવન
નથી. દરેક વાસના સર્વ રીતે દુઃખદાયી છે. આથી તેની પરિતૃપ્તિની વૃત્તિ સર્વથા અનિષ્ટ છે. વાસનાઓની પરિતૃપ્તિ એ જીવનને નિકૃષ્ટ ઉદ્દેશ હોવાથી માર્ગનુસારીએ વાસનાએથી બને તેટલું વિમુખ થવું જોઈએ.
દ્રવ્યપ્રાપ્તિ અને વાસનાઓની પરિતૃપ્તિ એ સામાન્ય રીતે દુનીયાના મનુષ્યનું દયેય છે. એ ધ્યેયને બદલે વિશ્વનાં કલ્યાણ અને મેક્ષ-પ્રાપ્તિનું દયેય થાય તે જીવનમાં અજબ પરિવર્તન થાય. મનુષ્ય-જીવન સર્વોચ્ચતાને શિખરે પહોચે. | મુક્તિ-સુખને કંઈક ખ્યાલ આત્મ-ગુણને વિકાસ થતાં આવે છે. અમુક કર્મોના ક્ષય અને આત્મદ્રવ્યના પ્રાધાન્યથી આત્માના અમુક ગુણે ખીલી નીકળે છે ત્યારે મોક્ષનાં સુખની કંઈક ઝાંખી થઈ શકે છે. આવું અપૂર્વ સુખ એ પ્રત્યેક માર્ગોનુસારીનું પરમ દયેય હોવું જોઈએ. મુક્તિ એ જીવનને સર્વોચ્ચ ઉદ્દેશ હેવાથી એની સાધનાનું ખાસ લક્ષબિન્દુ જ હોય. મેક્ષના ઉત્તમોત્તમ ઉદ્દેશનું પાલન એ માર્ગાનુસારીના જીવનનો પરમ આદર્શ હોય. એ ઉદ્દેશની સિદ્ધિ તેને જીવનમંત્ર હેય.
નિયમ ઓગણત્રીસમે. શક્તિ અનુસાર કાર્ય. માર્ગાનુસારીએ કોઈ પણ કાય કરતાં પિતાની શક્તિ કે અશક્તિને વિચાર કરવું જોઈએ. પિતાની શક્તિ બહારનું કઈ કાર્ય માર્ગનુસારી માથે ન લે.