________________
માર્ગાનુસારીના નિયમે.
થાય છે. ભાવી માટે કુકર્મોની ઉત્પત્તિ થાય છે. આ સર્વ દ્રષ્ટિએ જોતાં અનીતિથી દ્રવ્ય ઉપાર્જન માર્ગાનુસારીઓએ ન જ કરવું એ સર્વથા ઈષ્ટ છે.
નિયમ બીજે. જે માર્ગાનુસારીથી વિષય-વાસનાનું સંયમન ન થઈ શકે તેને માટે લગ્ન કરવું એ જરૂરી છે. ગૃહસ્થ માટે લગ્ન આવશ્યક છે. એ લગ્ન શીલ, સ્વભાવ, જ્ઞાન, વય આદિ દષ્ટિએ કેઈ સમાન કન્યા સાથે થવાં જોઈએ. એક જ કુળના યુવક ને યુવતી સર્વ રીતે સમાન હોય તે પણ તેમનું લગ્ન નિષિદ્ધ છે.
આધ્યાત્મિક પ્રગતિને પંથે પળતા માર્ગાનુસારી ગૃહસ્થમાં વિષયવાસનાને યથાયોગ્ય સંયમ ન હોય તે ગમે તેમ વિષય–સેવન કરવા કરતાં પરિણીત જીવન ઈષ્ટ છે. લગ્નથી કુસંપ, કલેશ આદિનું નિવારણ થવાનું કેટલાક સંગમાં સંભવનીય છે. લગ્નને પરિણામે ઘણીવાર કેટલાક ભ્રમનું પણ નિવારણ થાય છે.
નિયમ ત્રીજે. આત્મ-પ્રગતિના વાંચ્છુકોએ ભયાસ્પદ દ્રશ્ય અને અદ્રશ્ય ક્ષેત્રોથી સચેત રહેવું જોઈએ. જે કાર્યોનાં દુષ્પરિણામ સર્વત્ર પ્રત્યક્ષ સ્વરૂપમાં જણાય તે કાર્યો સર્વથા