________________
માર્ગાનુસારીના નિયમો.
૧૦૩
સૂક્ષ્મ જીવોના વિનાશની કારણભૂત છે. આમિષ–ભક્ષણમાં ઘેર પ્રકારની હિંસા રહેલી છે એ તે સુવિદિત છે.
નિયમ ચંદમે. પરનિન્દા કે બદનક્ષી બીજાઓનું અહિત કરવામાં કારણભૂત હોવાથી માર્ગાનુસારીઓએ એ બન્નેથી પર રહેવું જોઈએ. પરનિન્દામાં સામાન્ય રીતે પારકાનું અહિત કરવાને ઉદ્દેશ હોય છે. પારકી નિન્દામાં કઈ વાર કંઈ ઉદેશ ન હોય તે પણ તે અહિતકારી નીવડે છે. આથી માર્ગોનુસારીએાએ કેઈની નિંદા કરવાની વૃત્તિથી પરાસુખ થવું જોઈએ. રાજાની નિંદા એ ખાસ કરીને પરિહાર્ય છે.
કોઈ મનુષ્યના કપટ-પ્રબોનું નિદર્શન એ લાભદાયી છે. તેમાં નિન્દા કે બદનક્ષી ન હોવાથી, કેઇના કપટ-પ્રબન્ધોની પ્રસિદ્ધિ એ ઇચ્છનીય છે.
નિયમ પંદરમે અને સોળમે. શુદ્ધ દિલના અને સદાચારી મનુષ્યોને જ સંપર્ક માગનુસારીઓ માટે ઈષ્ટ છે. દુર્જનેને સંસર્ગ સર્વથા ત્યજી દેવું જોઈએ.
આઠમે નિયમ આધ્યાત્મિક મહાન પુરૂષને ઉદેશીખે છે. એ રીતે આ નિયમે એ નિયમથી ભિન્ન છે.
નિયમ સત્તરમે. મા-બાપ પ્રત્યે પૂજ્યભાવ. માબાપના અનહદ ઉપકરેને બદલે ભાગ્યે જ વાળી શકાય. આથી કૃતજ્ઞતાપૂર્વક