________________
માર્ગાનુસારીના નિયમો.
૧૦૫
આશ્રિત બહુ જ દુષ્ટ હોય તે તેને ત્યાગ જ ઘટે. દુષ્ટ આશ્રિત સદા તિલાંજલીને પાત્ર છે.
નિયમ સિમો. પરમ પુરુષ પ્રત્યે પૂજ્યબુદ્ધિ અને અતિથિઓ, દરિદ્રો તથા પાત્ર પુરૂષોની સેવા. પરમ પુરુષની પૂજ્યબુદ્ધિથી સેવા કરવી એ ખરે આદર્શ છે. એ આદર્શના પાલનમાં મહાપુરુષ પ્રત્યેનો પરમભાવ વ્યકત થાય છે. આદર્શ ખેટે હેય તે સમગ્ર જીવન પણ ખોટું નીવડે. જીવનના ખરા આદર્શનું પાલન કરવું એ માર્ગાનુસારીઓનું પરમ પવિત્ર કર્તવ્ય છે.
નિયમ એકવીસમે. ખાન-પાનમાં માર્ગોનુસારીઓએ સંયમભાવ કેળવ જોઈએ. આહાર આદિ પ્રમાણસર લેવાં જોઈએ. નિયત યોગ્ય સમયે આહાર આદિનું પરિગ્રહણ ઇષ્ટ છે. રુચિ હોય તે પણ જરૂર કરતાં વિશેષ આહાર કરે એ સર્વથા ત્યાજ્ય છે.
નિયમ બાવીસમે. શરીરનું સ્વાથ્ય બગડે એટલે એગ્ય ઉપચાર કરવા એ માર્ગાનુસારીને બાવીસમે નિયમ છે. વ્યાધિ, દર્બલ્ય આદિ સ્થિતિમાં દૌર્બલ્ય વિગેરેનાં નિવારણ માટે માર્ગોનુસારીએ એગ્ય ઉપાયે લેવા જ જોઈએ.