________________
માનુસારીના નિયમો.
૧૦૧,
vvy
પણ ત્યાગ કરવો ઘટે. એવાં સ્થળમાં રહીને કોઈ પણ ઇષ્ટ વસ્તુ સાધ્ય થવી એ અશક્યવત્ છે.
નિયમ સાતમે. રક્ષણયુક્ત પરિસ્થિતિમાં નિવાસ કરે એ માગતુસારીને પાલન કરવાને સાતમો નિયમ છે. માર્ગાનુસારીઓએ જે દેશમાં જાન-માલનું પૂરેપૂરું રક્ષણ થતું હોય તે દેશમાં જ વાસ કરે જોઈએ. જે દેશમાં કોઈ ધણીધેરી ન હાય, અપરાધીઓને શિક્ષા ન થતી હોય અને ગુન્હાઓનું પ્રમાણ વધતું જતું હોય તે દેશમાં રહેવું એ યુક્ત નથી. કઈ પણ પ્રકારની સલામતી વિનાના દેશમાં રહેનાર માગનુસારીની ચિત્ત-શાતિ અને આધ્યાત્મિક ઉન્નતિમાં અનેક પ્રકારના અંતરાયો આવવાનો સંભવ રહે છે.
નિયમ આઠમે. માર્ગાનુસારીઓએ સગુણના પક્ષપાતી અને સદાચારી મનુષ્યોને જ સંસર્ગ રાખવું જોઈએ. અધ્યાત્મ દ્રષ્ટિએ જેમની આદર્શ પ્રગતિ થઈ હોય એવા મહાન પુરુષનું અનુકરણ કરવું એ માર્ગનુસારીનું પરમ કર્તવ્ય છે.
નિયમ નવમે. માર્ગાનુસારીનું નિવાસસ્થાન અત્યંત ગુપ્ત કે જાહેર ન હોવું જોઈએ. બહુ ગુપ્ત પણ નહિ અને બહુ જાહેર પણ નહિં એવી રીતનું મકાન હોવું જોઈએ. હિન્દમાં પ્રાચીન