________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
ત્યાજ્ય છે. પરસ્ત્રીનું દુષ્ટ ભાવથી નિરીક્ષણ, ધૃત ( જુગાર રમે), કારાગ્રહવાસ સેવા પડે એવા અપરાધો વિગેરેથી માર્ગનુસારીએ સંપૂર્ણ પરમુખ થવું ઘટે.
નિયમ ચે. માનુસારીઓ ખરા આધ્યાત્મિક અને પ્રભાવક પુરૂષોના સદાચાર અને ઉત્કૃષ્ટ જીવનનું બહુ મૂલ્ય આંકે છે. મહાપુરુષનું અનુકરણ કરવા તેઓ બનતે પુરૂષાર્થ ફેરવે છે. મહાપુરુષોને વિશ્વહિતકારી અનુભવ અનેરી પ્રેરણાઓનું સિંચન કરે છે. પ્રજ્ઞપુરુષોના સંસર્ગથી અનુભવયુક્ત સમર્થ મહાત્માઓ આત્મ-કલ્યાણની વાસ્તવિક ઈચ્છાવાળા મનુષ્યનું બને તે રીતે કલ્યાણ કરવા સદા પ્રયત્નશીલ રહે છે.
મહાત્મા પુરૂષે બીજાઓનું કલ્યાણ થાય તે માટે પોતાનાં જીવનની કેટલીક નાની નાની બાબતમાં ઉપેક્ષાવંત હોય છે. મહાત્માઓ ઈષ્ય, નિન્દા વિગેરેથી સદા પર રહે છે. ઉન્નતિમાં તેમને ગર્વ થતો નથી. કેઈ પ્રકારની હાનિ થાય ત્યારે તેમને કશુંયે દુઃખ થતું નથી. તેઓ અલ્પભાષી હોય છે. અવિચારીપણાથી કેઈને પોતાના શત્રુ બનાવતા નથી. વચનભંગની વૃત્તિથી તેઓ સર્વદા વિમુખ રહે છે. આવા અનુભવી મહાપુરુષને “શિષ્ટ’ કહે છે.
માર્ગાનુસારીઓ પિતાનાં આત્મ-કલ્યાણ અર્થે અનુભવી મહાપુરુષોનું બને તેટલું અનુકરણ કરે છે. અનુભવી