________________
માર્ગાનુસારીના નિયમો.
આથી માર્ગનુસારીઓએ આ સર્વ શુભ ભાવેને વિકાસ કર એ જરૂરનું છે. આ સર્વ વૃત્તિઓની સક્રિયતા વિનાનું માર્ગાનુસારીપણું નર્યો દંભ જ છે.
માનુસારીના નિયમોમાં શુભ વિચારે, સત્ય શ્રદ્ધા તેમજ સદ્દવર્તનને અનેખું સ્થાન રહેલું છે. સુદે (કેઈ કાળે ) આજ્ઞા ન કરતા હોવાથી એ નિયમોનાં વિધાનમાં આજ્ઞા જેવું કશું નથી. આ રીતે વિચારતાં આ નિયમ તેમનું યથાર્થ પાલન કરનાર ચારિત્રશીલ વ્યક્તિનું એક સ્વરૂપ માત્ર છે. નિયમો અને તેનું પાલન કરનાર વચ્ચે કંઈ ભેદભાવ ભાગ્યે જ છે. નિયમોના પાલન ઉપરથી જે તે મનુષ્યના આચાર અને જ્ઞાન–દશાનું પરિમાણ થઈ શકે છે.
આ નિયમોના પાલનનાં આંતર અને બાહ્ય એમ બે સ્વરૂપો છે. દ્રશ્ય વર્તન એટલે બાહ્ય સ્વરૂપ સાથે આંતર સ્વરૂપની એકતા હેવી જોઈએ
માર્ગાનુસારીના નિયમનું પાલન બંને સ્વરૂપની દ્રષ્ટિએ થવું જોઈએ. તેમાં વિચાર-દૌર્બલ્યનું યથાયોગ્ય નિવારણ કરવાનું જ હોય. નિયમનું પાલન હેતુની સિદ્ધિ અર્થે થાય એ ખાસ આવશ્યક છે. બાહ્ય વર્તન શુભ ભાવરૂપ આંતર સ્વરૂપનું કારણ બને એ સ્થિતિ દરેક માર્ગનુસારી માટે પરિણમવી જોઈએ. સદાચાર કે બાહ્ય સિદ્ધાન્તના હાર્દિક પાલનથી આત્માની વિશુદ્ધિ થાય છે. કર્મ– રજનું બને તેટલું નિઃસારણ થાય છે.