________________
ત્રિકરણો.
આ બીજા શુદ્ધિ (સંસ્કાર) કરણમાં પણ કર્મ ખપાવવાના સમયકાળમાં ઓછોવત્તા ઘટાડે જ થાય છે. આ દશામાં તીવ્ર સ્વરૂપવાળા કષાયથી સદંતર મુક્ત થવાની શુભ ભાવના જન્મે છે. એથી કર્મોના સમયકાળમાં જરૂર ઘટાડે થાય છે.
છેલ્લા (ત્રીજા) શુદ્ધિકરણમાં તીવ્ર કષાયનું સક્રિય રીતે નિયમન થાય છે. આથી કષાયની વૃદ્ધિ અશક્ય બને છે. કેઈ કષાય કંઈક વધતે માલુમ પડે કે તરત જ તેનું ચિત્તથી નિયંત્રણ થાય છે. કષાય નિયમનનું આ કાર્ય પ્રત્યક્ષ સ્વરૂપમાં થાય છે.+
- રાગ-ગ્રથિ એ ભાવ અને અભાવયુક્ત વિવિધ વૃત્તિઓની એક પ્રકારની તરાપ છે. હિંસા આદિ આચારના મંતવ્યના સંબંધમાં જે સાચી-ખોટી વૃત્તિઓ અંતરમાં હોય છે તે વૃત્તિઓને પરિણામે આત્મા ઉપર અનેક પ્રકારની તરાપ પડે એવું ઘણી વાર બને છે. - પાંચ ઇન્દ્રિઓ તેમજ ચિત્તવાળા પ્રાણીઓને જ પ્રથમ શુદ્ધિકરણને અનુભવ થઈ શકે. પશુ-પક્ષીઓને અને મનુષ્યોને ચિત્ત તેમજ પાંચે ઈન્દ્રિઓ હોય છે, આથી તેઓ આ સંસ્કરણને અનુભવ કરી શકે. સંસારની દુઃખયુક્તતાને અનુભવ અનંતવાર થયા છતાં કોઈ પ્રાણીને દ્વિતીય (બીજા) શુદ્ધિકરણને અનુભવ ન પણ થાય.
+અહિં પ્રાણી આરંભમાં નિર્મળ આશયરૂપ અનિવૃત્તિ કરણવડે અંતરમુહૂર્તના પ્રમાણવાળું અંતરકરણ કરે છે. પ્રકાશક.