________________
સદાચારના નિયમેા. દયાભાવ.
૮૩
અત્યંત સ્ફુરી ઉઠે છે. સદાચારના નિયમાનું જે વિધાન થયેલું છે તે અધ:પતનનાં નિવારણ અને આધ્યાત્મિક પ્રગતિમાં સહાય એમ અને કાર્યના નિર્દેશ કરે છે. આધ્યાત્મિક પ્રગતિમાં સહાય કરવી અને આત્માનું અધઃપતનથી નિવારણ કરવું એ સદાચારના નિયમાન મુખ્ય ઉદ્દેશ છે. સામાજિક તેમજ બીજી સર્વ દ્રષ્ટિએ ખીજાઓનુ ભલુ કરી શકાય એ આ નિયમાનું અંતિમ રહસ્ય છે.
સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થયા બાદ સદાચારના કોઇ પણ નિયમનું અવલઅન સમભાવ, પ્રેમ, દૈયા, અનુકંપા આદિ ઉપર હાવું જોઇએ એવી મનુષ્યને પ્રતીતિ થાય છે. સદાચારના નિયમમાં દયાભાવ પ્રાધાન્ય ભાગવે છે. આથી બીજાઓનુ જેથી અહિત થાય કે ચેતન પ્રાણીઓની જેથી હિંસા થાય એ નિયમ સદાચારના સત્ય નિયમ ન જ હાઇ શકે. દરેક સમ્યક્ત્વભાવી આત્માને આ સિદ્ધાન્તની પૂરેપૂરી જાણ અને ખાત્રી હાય છે. સદાચારના સત્ય નિયમમાં સ ́પૂર્ણ દ્રઢ શ્રદ્ધા રાખીને સમ્યક્ત્વભાવીએ તદનુસાર વર્તન કરે છે. દરેક પ્રાણી તરફ દયાભાવ હાવાથી જે ધર્મમાં પ્રાણીઓની હિંસાને કોઈ પણ રીતે સ્થાન હોય તે ધર્મનું અનુસરણ સમ્યક્ત્વભાવીઓ કરતા નથી.
દયાભાવ.
દયાભાવ એટલે પ્રેમ. એમાં અન્ય જીવાનુ` રક્ષણ કરવું, તેમના પ્રત્યે પ્રેમ રાખવા, હિંસાથી પર ( ૬ )