________________
સમ્યક્ત્વભાવનાં:વિઘાતક કારણે.
કારણ ભૂતકાલીન કર્મે છે એવી દ્રઢ પ્રતીતિ થવી અને રહેવી જોઈએ.
(૪) ઉન્માર્ગગામીઓની પ્રશંસા–એ સમ્યકત્વભાવના વિઘાતનું ચોથું કારણ છે. સમ્યકત્વભાવીઓ કસાઈઓ, નેપોલીયન જેવા હિંસક વિગેરેની પ્રશંસા કરી શકે જ નહિ. અનેક પ્રકારની ભૂખ જેમાં હોય એવાં કાર્યો કરનાર કહેવાતા સાધુસંતને (ફકીરે, બાવાઓ વિગેરેને) તેઓ સંતપુરૂષ તરીકે માને જ નહિ. તેમની કઈ રીતે ચમત્કારી પુરૂષ કે સત્યધર્માનુયાયી તરીકે ગણના ન જ કરે.
(૫) અતિશય પરિચય–એ સમ્યકત્વભાવનું વિદ્યાતક છેલ્લું કારણ છે. અત્યંત પરિચિતપણને લીધે અમુક કદાગ્રહી મનુષ્ય વિગેરે વિના ન જ ચાલે એ ભાવ પ્રદીપ્ત થાય છે. એથી આપણું પરિચયવાળા મનુષ્યના દુર્ગ આપણુમાં આવવાનો સંભવ છે.
ઉપરોક્ત પાંચ કારણે ખરા પુણ્ય-માર્ગનાં ઉલ્લંઘન રૂ૫ અને સમ્યકત્વભાવના વિઘાતક મુખ્ય કારણે છે. પુ–માર્ગના વિરાધક બીજા કારણે પણ (આ ઉપરાંત) છે એ નિઃશંક છે.
પ્રાણી માત્રની વિવિધ શ્રેણીઓ.
હવે આપણે જીવણને વિચાર કરીએ. આ વિશ્વનાં પ્રાણી માત્ર જુદી જુદી શ્રેણીઓમાં હોય છે. એ સર્વશ્રેણીઓનાં જ્ઞાનથી આપણું વર્તમાન સ્થિતિનું આપ