________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
સભ્યત્વભાવનાં વિધાતક કારણે. સમ્યકત્વભાવના પાંચ વિઘાતક કારણે છે. આથી સત્ય શ્રદ્ધામાંથી અધઃપતનજનક નીચેનાં પાંચ પાપ ( પુણ્ય માર્ગનું ઉલ્લંઘન કે તેથી પ્રતિનિવૃત્તિ) ન થાય તે માટે સમ્યકત્વભાવી ખાસ કાળજી રાખે છે. કેટલાક સમ્યકત્વભાવના વિઘાતક કારણથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લે છે. સમ્યકત્વભાવના વિઘાતક કારણે આ રહ્યા
(૧) શંકા-આ શંકા તે કોઈ ધર્મસિદ્ધાન્ત વિષયક હોય છે. સત્યની એક વાર પ્રતીતિ થયા પછી આવી શંકા ઉદ્દભવેલી હોય છે.
(૨) આશંકા-કેઈ મનુષ્ય શબ્દ માત્રથી દીવાલને પાડી નાખે કે એવા કેઈ દેખીતા ચમત્કાર કરી બતાવે તેથી એ મનુષ્ય જીવન કે આધ્યાત્મિક સત્ય સંબંધી જે કંઈ કહે એ બધું સત્ય જ હોય એમ માનવાની વૃત્તિ તે આશંકાભાવ છે. સંતપુરૂષો જ ખરા ચમત્કારે કરી શકે છે. સંતત્વ રહિત મનુષ્ય માટે કઈ વાસ્તવિક ચમત્કારની માન્યતા અને તેમનાં જે તે કથનમાં શ્રદ્ધા રાખવી એ નરી આશંકા–વૃત્તિ છે.
(૩) વિડિગિચ્છા-ધર્મનું પાલન અમુક વખત કર્યા બાદ દુઃખ, વ્યાધિ, લાભાલાભ આદિની પર્યાપ્તિ થતાં ધર્મની કાર્યસાધકતા માટે જે શંકા ઉદ્દભવે છે તેને વિતિગિચ્છા કહે છે. દુઃખ, વ્યાધિ વિગેરેમાં તત્વજ્ઞાનને– ધર્મને દેષ કાઢ એ ભૂલભરેલું છે. દુઃખ આદિનું