________________
૬૮
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્માને સાહજિક ગુણેયુકત શાશ્વત સુખી જીવન ઉપલબ્ધ થાય છે.
આત્માના વિકાસ-કમો (ગુણસ્થાન).
આત્મા અને ભૌતિક દ્રવ્યનું મિશ્રણ સૂફમ પ્રકા૨નું હોવાથી કઈ યાંત્રિક ક્રિયાથી એ બન્નેનું વિજન અશકય જ છે. હિંસાને પરિણામે આત્મા, શરીર અને શરીરજન્ય શકિતઓથી મુકત થાય છે પણ તેથી સૂક્ષમ કર્મ–દ્રવ્ય આત્માથી જરાયે વિભિન્ન થતું નથી.
કર્મોરૂપી જડ દ્રવ્ય મૃત્યુ–સમયે આત્મા સાથે સંલગ્ન રહે છે એ આપણે જોયું છે. કર્મ દ્રવ્યનાં અસ્તિત્વને કારણે જે તે પ્રાણીને નવીન શરીર પ્રાપ્ત થાય છે. કર્મોથી આત્મામાં અશુદ્ધિ આવે છે. અજ્ઞાન, દુર્દશા, દુર્ભાગ્ય, નિધૂણવૃત્તિ, નિર્બળતા, અસ્થિરભાવ, દયાવૃત્તિને અભાવ, એ સર્વ કર્મનાં જ પરિણામ છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ પણ કર્મની જ નિષ્પત્તિ છે.
નૈતિક અને માનસિક સંયમ એ આત્માને કર્મોથી મુક્ત કરવાનું સાધન છે. નવાં કર્મોને ઉદ્ભવ થતો અટકાવ અને આત્માને સંલગ્ન થયેલ કર્મોને દૂર કરવા એ જ માનસિક ને નૈતિક સંયમ છે. માનસિક અને નૈતિક સંયમનું મહત્ત્વ આ ઉપરથી સમજી શકાશે. સંયમથી
* First Principles of the Jain Philosophy by H. L. Zhaveri, London, 1910.