________________
સત્ય દેવ, સદ્ગુરૂ અને સદાચાર–ધર્મ.
૭૭
(૧ થી ૫) અંતરાય કર્મની સર્વ (પાંચે) પ્રકૃતિઓનું અનસ્તિત્વ. કઈ પણ સારું કાર્ય કરવાની ઈચ્છા થતાં સત્ય દેવોને અંતરાય થતું નથી. સત્ય કાર્ય કરવા નિમિત્તે તેમનામાં નિર્બળતા કે અશક્તિ હોય જ નહિ.
(૬) ઉપહાસ આદિ વૃત્તિનું અનસ્તિત્વ. હાસ્ય આદિ ભાવ સામાન્ય રીતે અપરિચિત કે અપરિપક્વ વિચારોથી પરિણમે છે. આથી એ એક પ્રકારનું અજ્ઞાન સૂચવે છે. આદર્શ મહાપુરૂષ કઈ પણ વસ્તુથી અજ્ઞાત હોઈ શકે નહિ.
(૭) કેઈ પણ ભૌતિક વસ્તુ માટે રાગ (રતિ) ને અભાવ. કઈ વસ્તુ હોય કે ન હોય તે પણ સત્ય દેવોને આંતરસુખની દશા વર્તે છે. કઈ વસ્તુને રાગ હોય તે તેને નાશ દુઃખનું કારણ થઈ પડે. દા. ત. તકીઆ ઉપર રાગ હોય તે તે ગૂમ થતાં દુઃખ થાય છે. ઈન્દ્રિય-રાગ એ એક પ્રકારનું દૌર્બલ્ય છે.
(૮) નિશ્ચય યુક્ત અરતિ–ભાવનું અનસ્તિત્વ. અરતિ એ દુઃખનું કારણ છે. આથી સત્ય દેવને કઈ પણ વસ્તુ માટે નિશ્ચયપૂર્વક અરતિ હોતી નથી. આદર્શ મહાપુરૂષમાં દુ ત્પાદક રતિભાવ ન જ હેઈ શકે.
(૯) ભયની અવિદ્યમાનતા. શરીર, કીર્તિ, મીલ્કત વિગેરેના નાશથી ભય–વૃત્તિ ઉદ્દભવે છે. એ સર્વ આપણાથી પર (જુદાં) નથી એવા ખ્યાલથી તેમના નાશને વિચાર થતાં પણ ભયની ભાવના ઉપસ્થિત થાય છે. સત્ય આત્મા એ સર્વથી ભિન્ન છે એ સાક્ષાત્કાર ન થયેલો હોવાથી -