________________
૭૮
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું.
આવી રીતે ભયની લાગણીઓ થાય છે. શરીર આદિ ભૌતિક વસ્તુઓને આપણા પ્રધાન અંશે માની લેવાથી જ ભયનું અસ્તિત્વ રહે છે. વિશ્વનાં કાઈ પણ ખળથી આત્માનું કઇ પશુ અહિત થતું નથી એવી દ્રઢ માન્યતાથી સત્ય દેવા સર્વદા લય રહિત રહે છે. યવૃત્તિ એ જ્ઞાનના અભાવ અને દૌર્બંલ્યનું સૂચક છે.
(૧૦) તિરસ્કારવૃત્તિ કે પ્રત્યાકષઁણુ–ભાવના અભાવ. તિરસ્કાર ભાવથી એક પ્રકારનું દુ:ખ ઉત્પન્ન થાય છે. વળી વસ્તુનાં બધાંયે સ્વરૂપાનું યથાર્થ જ્ઞાન હોય તે ઘૃણાવૃત્તિ રહેતી જ નથી.
(૧૧) ઉદ્વેગનુ અનસ્તિત્વ. સત્ય દેવાને દયા અને અનુકંપા જ હાય. તેમને ઉદ્વેગ ભાવ જરાયે હાતા નથી. ઉદ્વેગ એ પણ એક પ્રકારનું દુઃખ જ છે.
(૧૨) વિષયસુખની ઈચ્છાની અંતરધ્યાનતા. સત્ય દેવામાં વિષયવાસનાનું સંપૂર્ણ અનસ્તિત્વ હોય છે.
(૧૩) શ્રદ્ધાવૃત્તિ અને સત્પ્રતીતિનું સ ́પૂર્ણ સત્યત્વ. આ વૃત્તિમાં ક્રોધ, લાભ અને હિંસાના ભાવા સર્વથા લુપ્ત થાય છે.
(૧૪) અજ્ઞાનના સ`પૂર્ણ વિનાશ. અજ્ઞાનના વિનાશને કારણે સત્ય દેવા સર્વજ્ઞ જ હાય છે.
(૧૫) નિદ્રાના અભાવ. સત્ય દેવાને નિદ્રાની જરૂરજ રહેતી નથી. નિદ્રા સર્વજ્ઞત્વને ખાધક છે. સર્વત્વમાં અંતરાય થાય તે સત્ય દેવત્વ રહેતુ નથી.