________________
સત્ય દેવ, સદ્ગુરૂ અને સદાચાર–ધર્મ.
-
(૧૬) ઈન્દ્રિય-સુખની વૃત્તિ તેમજ તમામ પ્રકારની ઈચ્છાઓ ઉપર સંપૂર્ણ સંયમ.
(૧૭) રાગનું અનસ્તિત્વ. સુદેવને કઈ વસ્તુ કે વ્યક્તિ માટે લેશ પણ રાગ હોતું નથી. કેઈ ભૌતિક સુખ કે વસ્તુઓ મેળવવાની સુદેવાને ઇચ્છા થતી નથી. સંસારી સુખ કે ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરવાને સુદે કોઈ પણ પ્રકારને પ્રયત્ન કરતા નથી.
(૧૮) જડ વસ્તુઓ તેમજ ચેતન પ્રાણીઓ તરફ કોઈ પણ પ્રકારના તિરસ્કાર ભાવને અભાવ.
મહાવીર આદિ સર્વ તીર્થકરમાં કઈ પણ પ્રકારના દેષનું સર્વથા અસ્તિત્વ હતું. એ સર્વ સુદેવે કઈ પણ પ્રકારના દોષથી રહિત હતા. અઢારે દોષથી તેઓ સર્વથા મુક્ત હતા.
સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થાય એટલે ઉપરોક્ત ૧૮ દો પૈકી કોઈ પણ દોષયુક્ત દેહધારી આત્મા કે વ્યક્તિની સુદેવ તરીકે ગણના થતી હોય તે તે ગણના મિથ્યા ઠરે છે. દોષયુક્ત દેવને સુદેવ તરીકે ન જ ગણવાની દ્રઢ માન્યતા પરિણમે છે. અઢારે દોષેની યથાયોગ્ય નિરીક્ષા કરવી એ સત્ય દેવની પરીક્ષામાં ખાસ આવશ્યક છે. કઈ પણ સત્ય દેવમાં ૧૮ દો પૈકી એક પણ દોષ ન હોય એ જેવું ખાસ જરૂરી છે.
*આ અઢાર દેષની નિવૃત્તિથી આદર્શ પુરૂષમાં અનંત ગુણ પ્રગટ થાય છે. દા. ત. ઘઉં વીણવા. કાંકરા વીણાઈ જતાં બધા ચોખા ઘઉં રહે છે.