________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
(૪) કોઈ પણ પ્રકારનું દુઃખ ભેગવતા પ્રાણીઓ પ્રત્યે અનુકંપાભાવ. ખરી અનુકંપાવૃત્તિ હોય તે કોઈનું દુઃખ, અજ્ઞાન કે મૂર્ખતાજન્ય હેાય તે પણ દયાવૃત્તિ જ કુરે છે.
(૫) અઢારે દેથી રહિત સર્વજ્ઞ મહાપુરૂષોએ વિહિત કરેલા જીવન-નિયમે એ સત્યના અવિચળ નિયમ છે એવી પ્રતીતિ
અઢાર દેનું નિરૂપણ અને તેનું નિવારણ સદાચારના નિયમમાં કરવામાં આવ્યું છે.
સત્ય દેવ, સદગુરૂ અને સદાચાર–ધર્મ.
સત્ય દેવ એ જૈન સિદ્ધાન્ત મુજબ એક સર્વોચ્ચ આદર્શ છે. આપણે પણ પ્રાન્ત તેના જ જેવા બનીએ એવા ઉદ્દેશથી આ આદર્શ ચિત્ત સમીપ રાખવામાં આવે છે. સત્ય દેવત્વ એ ઉત્કૃષ્ટ પદ છે. એ સિદ્ધ સ્થિતિમાં સર્વ આત્માઓ સરખા છે. તીર્થકરે એ સત્ય દે છે, કેમકે તેમણે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કર્યું છે. એ પદ કે આ જન્મમાં જ તે કેઈ અનેક જન્મ પછી સાધ્ય કરે છે. તીર્થકરેએ મનુષ્ય વચ્ચે રહીને જ આદર્શ મનુષ્યત્વ (પૂર્ણત્વ) પ્રાપ્ત કર્યું હતું. આ રીતે તીર્થકરત્વ એક ભાવ માત્ર જ નથી.
સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થાય ત્યારે સત્ય દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. નીચેના ૧૮ દેશે જેમનામાં ન હોય તે જ સત્ય દેવ છે એવી દ્રઢ પ્રતીતિ થાય છે.
આસ્તિક્ય.