________________
સમ્યક્ત્વભાવનાં ચિહ્નો.
સમ્યક્ત્વભાવનું મહત્ત્વ આટલું બધું વિશેષ હેવાથી તેની પ્રાપ્તિના ઉપાયેનું જ્ઞાન અનિવાર્ય છે. સમ્યક્ત્વવૃત્તિની પ્રાપ્તિના એકંદર ૩૫ નિયમ છે. એ નિયમોના પાલનથી સમ્યક્ત્વભાવ ઉપલબ્ધ થાય છે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ માટે તેની ખાસ જે ત્રણ રીતિઓ છે તેને સક્રિય અમલ અત્યંત જરૂર છે.
સમ્યક્ત્વભાવ પ્રાપ્ત થયે કે નહિ તે જાણવામાં કેટલાંક આંતરચિતો સહાયભૂત થાય છે. સમ્યક્ત્વવૃત્તિને કારણે કઈ પ્રકારની અસ્થિરવૃત્તિ વિના સત્યમાં શ્રદ્ધા ઉદ્દભવે છે. કેઈને કદાપિ ક્ષમા આપી જ ન શકાય કે આજીવન કેઈના શત્રુ રહીએ એટલે અંશે આપણે ક્રોધ વધી જતો નથી. ક્રોધ આગળ ન વધતાં ચિત્તથી તેનું સંયમન થાય છે.
સમ્યક્ત્વભાવનાં ચિલે. સમ્યક્ત્વભાવનાં પાંચ આંતરચિહ્યું કે વિશિષ્ટ સ્વરૂપે છે. શાસ્ત્ર-દ્રષ્ટિએ વિચારતાં એ સ્વરૂપે નીચે મુજબ છે –
(૧) ક્રોધ, કાપથ્ય આદિના અતિશયત્વને અભાવ.૧
(૨) સંસારી જીવનમાંથી મુક્તિ કે શાશ્વત જીવન પ્રાપ્ત કરવાની ભાવના.
(૩) જન્મ અને મૃત્યુની પરંપરાયુક્ત સ્થિતિ દુઃખમય, અસત્ય અને ત્યાજ્ય હોવાની દ્રઢ માન્યતા.૩
૧ પ્રથમ. ૨ સવેગ. ૩ નિર્વેદ.