________________
પ્રથમ ગુણસ્થાન.
(૪) અગીયારમાં, બારમાં અને વેચાણસ્થાનામાં છેલ્લું પ્રવર્તક કારણ એગ માત્ર અસ્તિત્વમાં હોય છે.
ચિદમું ગુણસ્થાન ક્ષણિક હોય છે, તેમાં કઈ પણ પ્રવર્તક કારણે વિદ્યમાન હતાં નથી.
પ્રથમ ગુણસ્થાન. પહેલું ગુણસ્થાન આત્માને વિકાસ શરૂ થાય તે અગાઉની દશા છે. તેમાં જીવન અનિશ્ચિત પ્રકારનું હોય છે. અસત્ય મંતનું સ્વરૂપ પ્રાયઃ અનિશ્ચિત પ્રકારનું હોય છે. એ સ્વરૂપ બહુધા એટલું બધું અનિશ્ચિત હોય છે કે કંઈ સ્વરૂપ જ નથી એમ કહીએ તે ચાલે, પણ પ્રથમ ગુણસ્થાનમાં આ સ્થિતિ હોતી નથી. એમાં તે અસત્ય મંતવ્યનું
સ્વરૂપ નિશ્ચિત પ્રકારનું હોય છે. આથી જે તે વિષય સંબંધી જે તે મત ( અસત્ય મંતવ્ય) દ્રઢીભૂત થયેલ હોય છે.
આ ગુણસ્થાનના એક પ્રારંભમાં મનુષ્યને સત્ય પ્રત્યે અત્યંત તિરસ્કાર હોય છે. સત્યને આવિષ્કાર ખરાં સ્વરૂપમાં કરવામાં આવે-સત્ય-ખરાં સ્વરૂપમાં રજુ થાયતે પણ તેને સત્ય વિષે લેશ પણ શ્રદ્ધા થતી નથી. સત્ય સાથે કાંઈ જ લેવાદેવા ન હોય એવી સ્થિતિ હોય છે.
આ ગુણસ્થાનમાં કર્મનાં ચારે પ્રવર્તક કારણે (મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ) વિદ્યમાન હોય છે. સવેપ્રેરક કારણોની સક્રિયતાને લીધે ઘણાંખરાં કર્મોની નિષ્પત્તિ