________________
૭૨
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની ષ્ટિએ જૈનધ.
થાય છે. આથી અનિષ્ટ સ્થિતિએ, દુર્ગુણા આદિની આપણુને પ્રાપ્તિ થાય છે. નર્ક, તિર્યંચ આદિ નિકૃષ્ટ ગતિ પણ પ્રાપ્ત થાય છે. પાંચેન્દ્રિયત્વ ન હોય એવું એકથી ચાર ઇન્દ્રિયવાળું જીવન પણ વ્યતીત કરવું પડે છે. નિાદ સિવાયના કોઈ અદૃશ્ય સૂક્ષ્મ જીવ તરીકે જીવનના અનુલવ થાય છે. વૃક્ષાદિ સ્વરૂપે કાઈ સ્થિર પ્રાણીનું જીવન પણ આવે છે. ખીજા અનંત જીવા સાથે એક જ શરીર– યુક્ત પ્રાણી તરીકે જીવન ( બટાટા આદિનું સૂક્ષ્મ વનસ્પતિકાય જીવન ) ભોગવવુ પડે છે. નપુંસકત્વ, મિથ્યાત્વ આદિ છ પ્રકારની વિષમ સ્થિતિએ પણ પ્રાપ્ત થાય છે. ખીજા ગુણસ્થાનામાં આ બધી સ્થિતિને ઉદ્દભવ થતા નથી. આ સર્વ નિકૃષ્ટ સ્થિતિઓનાં નિવારણ માટે મિથ્યાત્વના નિરાધ એ ખાસ આવશ્યક છે.
મિથ્યાત્વનાં પાંચે સ્વરૂપે પ્રથમ સિવાયના ગુણસ્થાનામાં ક્રિયાશીલ હોતાં નથી. એ બધાયે સ્વરૂપાનું ખીજા ગુણસ્થાનામાં ચિત્તથી નિયમન થાય છે.
આથી પ્રથમ ગુણસ્થાનમાંથી કેમ નીકળી જવું ? અને એમાંથી નીકળી ગયા માદ એ ગુણસ્થાનમાં ફરી પાછુ આવવું ન પડે એવી સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરવી ? એ
* સ્થાવર
૧ આ વિષય સંબંધી વિશેષ માહિતી મેળવવા ઈચ્છનારે શ્રી ભગુભાઈ કારભારી સયેાજિત વી. આર. ગાંધીકૃત કૃત * The Karma Philosophy ” નામનું પુસ્તક અવશ્ય જોવું–લેખક.