________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
જીવને એ દશા પુનઃ પ્રાપ્ત થતી નથી ( અવ્યવહાર મિથ્યાત્વ નિદ). કઈ પણ જીવ સંગવશાત્ આ દશામાંથી બહાર આવે છે અને તેને વિકાસ શરૂ થાય છે. આપણે મનુષ્ય હોવાથી નિદદશામાંથી કયારનાએ નીકળી ગયા છીએ. આપણે આત્માને વિકાસ થઈ રહ્યો છે. મનુધ્યને આ વિકાસ સાહજિક રીતે મંદ કે ત્વરિત ગતિવાળે હેય. શાસ્ત્રીય રીતે વિકાસ થતું હોય તે યથાયોગ્ય વિકાસમાં બહુ લાંબો સમય લાગતો નથી. વિકાસની ગતિ મંદ હોય તે ગ્ય વિકાસ થતાં ઘણીવાર વાર લાગે છે.
આત્માના વિકાસના ૧૪ કેમ પૈકી ૧૩ ક્રમના, કર્મોનાં ૪ પ્રવર્તક કારણેને અનુરૂપ ચાર ભાગો પાડી શકાય. ચૌદમા કમ (ગુણસ્થાન) માં ચારમાંથી એક પણ પ્રવર્તક કારણ વિદ્યમાન હોતું નથી. આ રીતે ચૌદમું ગુણસ્થાન બીજાં ગુણસ્થાનથી જુદું પડે છે. વૈદ ગુણસ્થાનના આ પ્રમાણે પાંચ ભાગ પડે છે.
ગુણસ્થાને અને પ્રવર્તક કારણે. (૧) પહેલાં ગુણસ્થાનમાં કર્મનાં ચારે પ્રવર્તક કારણે વિદ્યમાન હોય છે.
(૨) બીજાથી પાંચમાં સુધીનાં ગુણસ્થાનમાં અવિરતિ, કષાય અને વેગ એ ત્રણ કારણે જ ક્રિયાશીલ હોય છે.
(૩) છઠ્ઠામાંથી માંડીને દસમા સુધીનાં ગુણસ્થાનમાં કષાય અને યોગ એ બે જ કારણે વિદ્યમાન હોય છે.