________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ.
શક્ય પ્રયત્નો કરવા જ જોઇએ. મેાક્ષસુખની પ્રાપ્તિ અર્થે આત્માના યથાર્થ વિકાસ થાય એ માટે મનુષ્ય જીવનમાં સૌથી વધારે તક (સયાગા) મળે છે. માક્ષ-સ્થિતિ એ એક પ્રકારની નિરતિશય શ્રદ્ધા અને એ દરેક મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે. એ પ્રકારની શ્રદ્ધામાં મનુષ્યને કેટલાંક વિઘ્ના નડે છે. એ વિઘ્નામાંથી પાર ઉતરવુ' એ દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે.
મનુષ્ય જન્મ દુર્લભ છે, મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય તે સત્ય આધ્યાત્મિક એધની પ્રાપ્તિ એથી પણ વધારે દુર્લભ છે, સત્યની શ્રદ્ધાનું દુર્લભપણું એથી પણ વિશેષ છે. અને સત્ય શ્રદ્ધા અનુસાર વર્તન કરવુ' એ સૌથી દુટ છે. જીવનનું સત્ય અને પરમ કર્તવ્ય શું છે? તે આ ઉપરથી કાઈ પણ મનુષ્યને પ્રતીત થઈ શકે છે. સત્ય શ્રદ્ધા અને સત્ય વર્તન એ જીવનની ઈષ્ટ વસ્તુ અને પરમ પવિત્ર કાર્ય છે.
પ્રકરણ પાંચમું.
માક્ષ-પ્રાપ્તિના ઉપાય.
કાઈ પણ સંસારી જીવ જે ઉપાયાથી વિશુદ્ધ કે મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે તે ઉપાયે મેાક્ષ-પ્રાપ્તિના ઉપાયેા છે એવું શાસ્ત્રીય વિધાન છે.