________________
મોક્ષ-પ્રાપ્તિના ઉપાય.
મોક્ષપ્રાપ્તિના ઉપાયની દ્રષ્ટિએ નીચેના મહત્ત્વના સિદ્ધાન્ત ખાસ વિચારણીય છે.
(૧) આત્મા, જેનું વિશિષ્ટ સ્વરૂપ જ્ઞાન છે તેનું (જીવનું) અસ્તિત્વ.
(૨) ચેતના રહિત કેઈ બીજી સત્ય વસ્તુ (પદાર્થ)નું અસ્તિત્વ (અજીવ).
(૩) અશુદ્ધ આત્માઓથી અચેતન વસ્તુઓનું ગ્રહણ (આશ્રવ).
(૪) અશુદ્ધ આત્મામાં અચેતન દ્રવ્યને સંગ (બંધ).
મોક્ષ-પ્રાપ્તિના ઉપાયનું ઉપરોક્ત સિદ્ધાન્ત ઉપર અવલંબન રહેલું છે. મેક્ષ-પ્રાપ્તિ નથી ત્યાં સુધી જીવની સંસારીદશા કાયમ રહે છે. એક સ્થળે મૃત્યુ થતાં બીજે સ્થળે જન્મ થાય છે.
જે આ દશાનું શાશ્વત નિવારણ કરવું હોય તો આત્મામાં થતો અચેતન દ્રવ્યને પ્રવેશ સદંતર બંધ કરવું જોઈએ ( સંવર ). આત્મા સાથે સંયેજિત થયેલું ભૌતિક દ્રવ્ય આત્માથી છુટું પાડી નાંખવું જોઈએ. સંવર અને નિર્જરા મેક્ષ-પ્રાપ્તિના અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સિદ્ધાન્તો છે.
ઉપરોક્ત સર્વ સિદ્ધાન્તોને યથાર્થ અમલ થાય