________________
૪૬
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ
કરવાથી આપણે વચ્ચેાવચ્ચ અટકી પડીએ છીએ, અને એ ભાવાનું ઉત્પાદન કરનાર વસ્તુના સંબંધમાં આપણા વિચાર ચાલુ રહેતા નથી.સિદ્ધપદની સ્થિતિમાં સુખ કે દુઃખ કશુંયે હાતુ નથી અને એ રીતે બન્ને પ્રકારના ભાવે વિશુદ્ધ આત્મા માટે અપ્રાકૃતિક છે. સુખ એ શુદ્ધ આત્માના સ્વભાવ છે. સુખ ચેતના સાથે સંલગ્ન રહે છે. દુઃખ અને દુઃખનું ભાન મનુષ્ય તેમજ ઈત્તર પ્રાણીઓને થાય છે. દુ:ખનાં અંતરજ્ઞાન અને દુઃખ વચ્ચે ભિન્નતા છે. ૪ માહનીય ક.
જે કર્મથી આપણે પ્રમત્ત બનીએ તેને મેાહનીય ક કહે છે. માહનીય કર્મની જે પ્રકૃતિને કારણે આપણે સત્ય અને અસત્ય તત્ત્વજ્ઞાન વચ્ચેના ભેદ્દ સમજી શકતા નથી તે દર્શનમેહનીય કર્યું છે. જે કર્મ-પ્રકૃતિથી સત્ય વર્તનમાં નિરોધ થાય છે તેને ચારિત્રમેહનીય કર્મ
કહે છે.
આ પ્રમાણે માહનીય કર્મના બે પ્રકારો છે. પહેલી પ્રકૃતિ તત્ત્વજ્ઞાનના સત્યના આનન્દપૂર્વક અનુભવ અને સાક્ષાત્કાર કરવાની શક્તિનું આવરણ કરે છે. બીજી પ્રકૃતિની સત્તાથી ત્યાગમય સત્ય વર્ઝન અશકય અને એવી સ્થિતિમાં આપણે મૂકાઇએ છીએ. નૈતિક શિથિલાચાર ( માનસિક અસ્વચ્છતા )નું પ્રભુત્વ અને સત્યનાં આચરણના અભાવ એ મને આ બીજી પ્રકૃતિની દશા છે. સત્ય વર્તન એટલે સત્ય ( યથાયાગ્ય ) હાવાની પ્રતીતિથી