________________
મિથ્યાત્વભાવ અને તેનું સ્વરૂપ, કષાયેાનાં સ્વરૂપ.
ગતિ ( સ્થળાંતર ) કરવાની શક્તિવાળા ચેતન પ્રાણીઓના સંબંધમાં વિચારા અને ઇન્દ્રિઓની દૃષ્ટિએ સયમના અભાવ તેમ જ અસંયમનાં ખીજા સ્વરૂપાના અવિરતિ
ભાવમાં સમાવેશ થઈ જાય છે.
૬૧
પાંચે ઇન્દ્રિઓ જ્ઞાનપ્રાપ્તિનાં મુખ્ય સાધના છે. આથી ઇન્દ્રિય–સુખામાં અનુરક્ત થવાથી ચેતનાના નિધ થાય છે. કેાઈ વસ્તુના સુંદર સ્વાદના અત્યંત આનંદપૂર્વક અનુલવ કરતાં તે વસ્તુના વિચાર ખ"ધ પડે છે તે પ્રમાણે ઇન્દ્રિયસુખાની અનુરક્તિથી ચેતના સ્થગિત થાય છે. જ્ઞાનપ્રાપ્તિમાં અંતરાયે ઉપસ્થિત થાય છે, જ્ઞાનના અવરોધ થાય છે, વિચાર–સયમને અભાવે મીજાનું અહિત કરવાના વિચાર થાય છે, પારકાનું અહિત થાય એવા વિચારા ન કરવાના નિર્ણય કરેલા હાય છતાંયે એવા વિચાર। થયા કરે છે. આ પ્રમાણે બીજાનું અહિત થાય એવા વિચારાથી આત્માના કાઈ ગુણનું આવરણ થાય એવાં કર્મની નિષ્પત્તિ થાય છે.
કષાયાનાં સ્વરૂપ.
કષાયે એ કર્મનાં કારણાના ત્રીજો પ્રકાર છે. કાચાના સર્વે મળી ૨૫ પેટા પ્રકાર છે. ચારિત્રમેહનીય કર્મની જે ૨૫ પ્રકૃતિ છે તે જ કષાયાનું ખરૂ સ્વરૂપ છે, પણ અત્રે કષાયાનાં સ્વરૂપના જુદાં જ દૃષ્ટિબિન્દુથી વિચાર કરવા એ ખાસ આવશ્યક થઈ પડે છે.
કષાયનાં પ્રેરક બળથી નવાં કર્યાં ઉત્પન્ન થાય છે