________________
૫૯
મિથ્યાત્વભાવ અને તેનું સ્વરૂપ. વિચારો કે વાણુના પૂર્વગામી બને છે ત્યારે કર્મની નિષ્પત્તિ થાય છે. આથી આ બધાં કારણે કર્મોની ઉત્પત્તિની ભૂમિકારૂપ છે. કેઈ મનુષ્ય આખે શરીરે તેલ ચોપડીને સર્વત્ર મેશ હોય એવા સ્થાનમાં જાય તે તેને મેશ આખે ડીલે બાઝી જાય એ આપણે જાણીએ છીએ. તેલ આ દ્રષ્ટાતમાં મેશના પરમાણુઓને શરીર ઉપર બાઝી જવા માટે ભૂમિકા બને છે. કર્મના કારણે તેલરૂપ છે. આથી એ કારણે વિશેષ હોય તેમ તેના ઉપર કર્મરજને થર અધિક પ્રમાણમાં બાઝે છે. કર્મના કારણેના ઉપવિભાગ (પેટા પ્રકારે).
આત્માના સાહજિક ગુણોનું આવરણ કરનારાં કર્મોનાં ૪ સાધન કારણોના ઉપવિભાગે નીચે પ્રમાણે સમજી લેવાં.
મિથ્યાત્વભાવ અને તેનું સ્વરૂપ. (૧) અસત્ય શ્રદ્ધાને પકડી રાખવાની ચિત્ત–સ્થિતિ એ મોહવૃત્તિને પ્રથમ પ્રકાર છે. આ સ્થિતિમાં અસત્ય પ્રતિની શ્રદ્ધા વસ્તુતઃ અસત્ય શ્રદ્ધા છે એમ સમજી ન શકવાની મનની સ્થિતિ ઘણી વાર સંભવનીય છે. કેઈ પણ મનુષ્ય એગ્ય પરીક્ષણ કર્યા વિના જે તે ધર્મ સિદ્ધાન્તને સ્વીકાર કરે છે તેથી અસત્ય શ્રદ્ધાની પરિણતિને અનેકધા સંભવ છે. પરિસ્થતિજન્ય મંતના ગુણદોષની નિરીક્ષા વિના અસત્ય પ્રકારની શ્રદ્ધા ઉદ્દભવે છે. આ પ્રકારની અસત્ય શ્રદ્ધા વિશે મનુષ્યને પ્રાયઃ અજ્ઞાન હોય છે. (અભિગ્રહમિથ્યાત્વ)