________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
પોતે કર્મોની નિષ્પત્તિનાં મુખ્ય કારણ છીએ. જે આપણું ચિત્ત પ્રેરક બળથી વિરોધાત્મક કે નિરાળું રાખીએ તે નવાં કર્મોની નિષ્પત્તિ થતી નથી અને પૂર્વના કર્મની નિર્જરા થાય છે.
કર્મની ઉત્પત્તિના કારણ કે સાધનરૂપ ચાર પ્રેરક બળ છે. એ ચાર પ્રેરક બળના વર્ગ નીચે પ્રમાણે પડી શકે છે.
(૧) મેહ (મિથ્યાત્વ).
(૨) આત્મસંયમને અભાવ, વિચારે અને ઈન્દ્રિયજન્ય પ્રવૃત્તિઓમાં અસંયમ. ઇન્દ્રિય સુખમાં અનુરક્તિથી ચેતના-અંતરજ્ઞાનને નિરોધ થાય છે. (અવિરતિ)
(૩) કષાય. કોધ, લેભ વિગેરે કષાયે છે. કષાયથી નૈતિક દ્રષ્ટિએ અશુદ્ધ સ્વભાવથી આત્માનું ઘર અધઃપતન થાય છે.
(૪) શરીર, મન અને વાણીની બીજી સર્વ પ્રવૃતિઓ ઉપરનાં ત્રણ કારણમાં જેને નિર્દેશ થયેલ હોય તે સિવાયની આ પ્રવૃત્તિઓ સમજવી. (ગ)
ઉપકત ચાર સામાન્ય કારણેના એકંદર ૫૭ પેટા વિભાગ છે. તત્ત્વાધિગમસૂત્રમાં એ વિષે સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એમના અનુક્રમે ૧, ૧૨, ૨૫ અને ૧૫ ઉપવિભાગ છે. (તસ્વાથધિગમસૂત્ર ૮-૧)
ઉપરોક્ત કઈ કે બધાં કારણે આપણાં વર્તન,