________________
કર્મને કાયદે.
લઈને પુણ્યરૂપ લાભ અને પાપરૂપ દંડ (શિક્ષા) થાય છે. પાપ-પુણ્ય વસ્તુતઃ આપણું કાર્યોનાં પરિણામ છે. કર્મને કાયદે એ કઈ રીતે વિચારતાં પ્રારબ્ધવાદ નથી. મનુષ્ય સુકૃત્યેનાં પરિણામ આનંદથી અનુભવે છે. દુષ્કાનાં પરિણામરૂપે મનુષ્યને દુઃખ થાય છે. કાર્યના પરિણામનું તત્વ જતું કરવામાં આવે (ઉપેક્ષાની દ્રષ્ટિએ જોવાય)તે જ પ્રારબ્ધવાદને સ્થાન મળે છે. મદ્યપાનની તીવ્ર ઈચ્છા થતાં મનુષ્ય દારૂ પીએ છે એ બહુધા સંભવિત છે. દારૂ કરતાં દૂધ અધિક લાભદાયી હોવાનું જ્ઞાન હોય તે પણ મનુષ્ય કેટલીક વાર દારૂને પ્રાધાન્ય આપી દૂધને બદલે દારૂ પીએ છે. ઈચ્છાને બદલે સાધન-કારણ દારૂની ફરજીયાત પસંદગીમાં પ્રાધાન્ય ભોગવે છે. દૂધ પીવાની ઈચ્છા હોય, મદ્યપાન કરતાં દુગ્ધપાન ઈષ્ટ છે એમ જાણવાની શક્તિ હોય છતાંયે મદ્યપાન કરે છે. આ ખરી શાસ્ત્રીય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિએ જોતાં કાર્યનાં પરિણામરૂપ અનુભવમાં પ્રારબ્ધવાદ જેવું કશું નથી. મદ્યને સ્વભાવ દૂધથી વિભિન્ન છે, આથી મદ્યપાનનું પરિણામ દુગ્ધપાનનાં પરિણામથી જુદું જ હોય. મદ્યપાનનાં દુષ્પરિણામને ઉપભોગ કરવાની ઈચ્છા ન જ હોય તેણે મદ્યપાનને સદંતર પરિત્યાગ કરે એ આવશ્યક છે. પ્રારબ્ધ ઉપર આધાર રાખી, કઈ મનુષ્ય મદ્યપાન કરે અને તેને મદ્યપાનનાં અનિષ્ટ પરિણામે ભેગવવાં ન પડે એમ બને નહિ. પાણું અગ્નિ ઉપર મૂકાય અને ઉષ્ણ થઈ ઉકળે છે, એમાં પ્રારબ્ધવાદ જેવું કશું યે નથી. એ જ પ્રમાણે કે ઈ મનુષ્ય મદ્યપાન કરે