________________
૫૦
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
કારણે અસત્ય પ્રતીકારની ઉપેક્ષા, અટ્ટહાસ્યવૃત્તિ આઢિ આ પ્રકૃતિથી પરિણમે છે. આ બધી પ્રકૃતિની સત્તાથી આપણી જે સ્થિતિ થાય છે તે સ્થિતિમાં સત્યની પ્રાપ્તિ અને આપણે એક હરાળમાં આવી શકતા નથી. આપણું ચિત્ત દુઃખથી ઘેરાયેલું રહેવાથી આપણાં કૃત્ય શરીરને હાનિકારક નીવડે એ બહુધા સંભવનીય રહે છે. બીજાઓ ઉપર અસત્ય રીતે દોષનુ આરાપણું પણ થઈ જાય. ભયની વૃત્તિનાં પ્રાધાન્યથી સત્ય કાર્યાંમાં નિધ થાય છે. વિશ્વનું કલ્યાણ કરવાની વૃત્તિને અભાવે ભયવૃત્તિની વૃદ્ધિ થાય છે. અરુચિ-તિરસ્કારભાવથી સત્ય વિચારા અને ચેાગ્ય કાર્યોંને અંતરાય નડે છે અને એ રીતે સત્કાર્યોં તેમજ વિચારો અટકી પડે છે. આ પ્રમાણે છ પ્રકૃતિએ થઈ. પુરૂષા, સ્ત્રીઓ અને નપુ ંસકામાં જે વિષયવાસના ભાસે છે એ બાકીની ૩ પ્રકૃતિ
છે. આ પ્રમાણે એકંદર ૨૮ કમઁ-પ્રકૃતિઓથી આપણે મુગ્ધ ( ભ્રમિત ) બનીએ છીએ. એ પ્રકૃતિની સત્તામાં અસત્કાર્ય થાય છે. આ બધી કર્યું-પ્રકૃતિની કેાઈ ઉત્તેજક અને ઉન્માદક મદ્ય સાથે તુલના થઈ શકે. એ પ્રકૃતિની સત્તાથી જ્યારે મુક્ત થવાય છે ત્યારે જ સત્ય શ્રદ્ધા નિષ્પન્ન થાય છે. વળી કાઈ પણ ક્ષતિ ( ભૂલ ) વિનાનાં સત્કાર્યાં સર્વદા થઈ શકે છે.
૫ આયુક.
આ કર્મને કારણે આપણું આયુષ્ય નક્કી થાય છે.