________________
૪૮
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
ઉપરોક્ત પ્રથમ ક્રમને મિથ્યાત્વમેહનીય કર્મ કહે છે.
(૨) બીજા ક્રમને મિશ્રમેહનીય કર્મ કહે છે. સત્યને સત્ય તરીકે માન્યા પછી તે વિષે શંકા થાય એવી સ્થિતિમાં આપણે આ કર્મથી મૂકાઈએ છીએ. આપણને પ્રમત્ત કરી સત્ય અને અસત્ય તમાં ભેદભાવ જોઈ ન શકાય એવી સ્થિતિમાં મૂકવા એ આ કમનું સ્વરૂપ છે. આ ક્રમવશાત્ કેટલેક વખત સુધી સત્યની શ્રદ્ધા રહે છે. તે પછી તે વિષે શંકા જાગે છે, ચિત્ત અદ્રઢ બને છે. મિશ્રમેહનીય કર્મ પ્રવર્તમાન હોય ત્યારે સત્યને આપણે જતું કરીએ છીએ. તેની સક્રિયતામાં આપણને સત્ય પ્રત્યે ભાવ કે અભાવ હોતો નથી. આપણું સ્થિતિ એક પ્રકારના ઉપેક્ષા–ભાવની હોય છે. મિથ્યાત્વમેહનીય કર્મની સત્તામાં આમ સંભવતું નથી. એ કર્મ જ્યારે ક્રિયાશીલ હોય છે ત્યારે સત્યને નિધિ અને તિરસ્કાર અવશ્ય થાય છે.
(૩) સમ્યકત્વમેહનીય કર્મ એ મેહનીય કર્મને ત્રીજે ક્રમ છે. એ કર્મને કારણે ઘણેખરે વખત આપણને સત્યમાં શ્રદ્ધા રહે છે. આમ છતાં હજુ કંઈક જાણવાનું બાકી છે. એવું કઈ કઈ વખત આપણને લાગી આવે છે. આ દિશામાં આ રીતે કંઈક અનિશ્ચિત ભાવ હોય છે.
હવે આપણે જે કર્મ-સત્તા મેગ્ય આચરણની દ્રષ્ટિએ કિ આપણને અશક્ત બનાવે છે તેનો વિચાર કરીએ. આ કર્મની સત્તા હદય ઉપર ચાલે છે અને તેથી આપણામાં સમભાવ અને દયાવૃત્તિને અભાવ થાય છે. કર્મનું અતિ