________________
મેાહનીય ક.
૪૭
કરેલું ત્યાગમય વર્તન એવા અર્થે અત્રે સમજવાના છે. મેહનીય કર્મની પ્રથમ પ્રકૃતિના ત્રણ ક્રમ (પેટા વિભાગો) છે.
(૧) સત્ય તત્ત્વનું નિરૂપણ થયા છતાં સત્ય તત્ત્વમાં મનુષ્યને ખીલકુલ શ્રદ્ધા ન થાય એ માહનીય કમના પ્રથમ ક્રમ છે. આ ક્રમની સત્તાને કારણે મનુષ્ય ઉપર ભ્રમણાનું અધિરાજ્ય સંપૂર્ણ રીતે પ્રવર્તે છે. અસત્ય તે સત્ય તત્ત્વ અને સત્ય તે અસત્ય તત્ત્વ તરીકે તેને ભાસે છે. ભ્રમણા (માહુદશા ) માંથી જાગૃત કરવાના ધર્મ તેમજ તત્ત્વજ્ઞાનના એક ઉદ્દેશ છે. જ્યારે મનુષ્ય સત્ય તત્ત્વ જાણ્યા છતાંયે અસત્ય સ્વીકારે છે ત્યારે તેની વાણી અને વિચારી વચ્ચે મેળ ખાતા નથી, વાણી અને વિચારામાં એકતા હાતી નથી; પણ જ્યારે મનુષ્ય ભ્રમિતદશામાં હોય ત્યારે વાણી અને વિચારાના કેટલીક વાર મેળ ખાય છે. તેની વાણીમાં અસત્ય સંભવનીય છે. એ વાણી મહદશાનાં પરિણામરૂપ કથન ડાય છે. માહતત્ત્વાથી વિમુક્ત થયેલું મેાહક જ્ઞાન તે જૈનધર્મની દ્રષ્ટિએ સત્યનું પરિમાણ છે. ભ્રમિતસ્થિતિમાં આપણી ભ્રમણાનું આપણને જ્ઞાન હેતુ નથી. ભ્રમણાનુ જ્ઞાન હાય તે આપણે ભ્રમિતસ્થિતિમાં ન હોઇએ. ભ્રમિતદશાનું જ્ઞાન હોય તેા આપણી દશા જ્ઞાનની હાય. ભ્રમિત ભાવ ન જ હોય ત્યારે આપણામાં ભ્રમિતપણું નથી એ આપણે જાણીએ છીએ, અને ભ્રમિતદશામાંથી જાગૃત થઈને ભ્રમિત નથી એમ જાણવાની સ્થિતિમાં મૂકાવા માટે આપણે નૈતિક દુર્ગુણાનું નિવારણ કરવું ઘટે છે. ખાસ કરીને આજીવન ઉગ્ર ક્રોધ, લાભવૃત્તિ વિગેરે તેા નિર્મૂળ કરવાં જ જોઇએ.