________________
આયુકર્મ.
૫૧
એ કર્મનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આત્મામાં એક જ શરીરરૂપે સતત જીવન અશક્ય બને છે. આત્માનું વિશુદ્ધ દ્રવ્ય તરીકે અવિરત શાશ્વત જીવન પણ આ સ્થિતિમાં સંભવનીય નથી. આયુકર્મની પ્રકૃતિઓની સત્તાથી કઈ સૈતિક દેહનું આયુષ્ય નિર્ણત થાય છે. ભૌતિક શરીરમાં આત્માનાં અસ્તિત્વને સમયકાળ નિશ્ચિત બને છે. આયુધ્ય કર્મની પ્રકૃતિએ અવિરત આધ્યાત્મિક જીવનની પર્યાપ્તિમાં અવરોધક જંજીરે (બેડીઓ) છે એમ કહી શકાય.
આયુકર્મના ચાર પ્રકાર છે –
(૧) જે કર્મ–પ્રકૃતિથી સુંદર અને વૈકિય દેહવાળી દેવદશા પ્રાપ્ત થાય અને એ દેવશરીરમાં આપણે અમુક કાળ સુધી આનંદપૂર્વક રહી શકીએ.
(૨) આ પ્રકૃતિને કારણે નારકી જીવનું આયુષ્ય બંધાય છે. નર્કના જીને સૂક્ષ્મ દેહ હોય છે. તેમને સદાકાળ દુઃખને જ અનુભવ થાય છે. નર્ક–જીવનમાં લેશ પણ આનંદ સંભાવ્ય નથી. નરકાયુકર્મયુક્ત જીવાત્મા કોઈપણ પ્રકારના આનંદ વિનાની સ્થિતિમાં-નરકમાં અમુક જે તે નિશ્ચિતકાળ સુધી રહે છે.
(૩) જે કર્મની પ્રકૃતિથી મનુષ્યનું આયુષ્ય બંધાચ છે તે. આ કર્મની સત્તામાં આપણે મનુષ્ય તરીકે અમુક સમય સુધી જીવન વ્યતીત કરીએ છીએ.