________________
અચેતન દ્રવ્ય-જડ પદાર્થો.
હવે આપણે અચેતન દ્રવ્યના વિભાગોને વિચાર કરીએ.
અચેતન દ્રવ્ય જડતા–અચેતનતા એ નીચેની સત્ય વસ્તુઓની સર્વસામાન્ય વિશિષ્ટતા છે. જે સત્ય વસ્તુઓ જડ છે તેના પાંચ પ્રકાર છે. એ પ્રકારે આ રહ્યા –
(૧) જડ વસ્તુઓ-પદાર્થો (પુદ્ગલાસ્તિકાય) (૨) અવકાશ (આકાશાસ્તિકાય) (૩) ગતિને આલંબનરૂપ સૂરમ પદાર્થ (ધર્માસ્તિકાય)
(૪) ગતિને અવરોધક અને વિરામ ને આલંબનરૂપ અન્ય સૂક્ષ્મ પદાર્થ (અધર્માસ્તિકાય)
(૫) સમય (કાળ)
સમયને લાક્ષણિક કે આલંકારિક અર્થમાં જ દ્રવ્ય કહેવાય છે. ઉપરોકત પાંચે અચેતન દ્રવ્યમાં વૃત્તિઓ, જ્ઞાનશક્તિ આદિનું અસ્તિત્વ નથી.
જડ પદાર્થો પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાંથી જડ વસ્તુઓ સંબંધી સારું જ્ઞાન મળી શકે છે. પદાર્થોને અંતિમ લઘુતમ (નાનામાં નાને) અવિભાજ્ય અંશ જેને પરમાણુ કહે છે તે અત્રે દ્રવ્ય તરીકે સ્થાન ભેગવે છે. પદાર્થ માત્ર પરમાણુઓના બને છે. પરમાણુ બીજી કોઈ