________________
હતુભાવ (કારત્વ).
૩૫
સરખું અસ્તિત્વ હોય છે. વળી પ્રત્યેક ક્રિયામાં તેમની વસ્તુતા (સત્યતા) પણ સમપ્રમાણમાં જ હોય છે. નિર્ણ ચકારક કારણ અન્ય વસ્તુની રચનામાં કારણભૂત બને છે. આ બીજી વસ્તુ પ્રતિક્રિયામાં-
વિધી કાર્ય કરવામાં–સક્રિય બને છે. આ એક મહત્ત્વનો મુદ્દો હોવાથી તે સમજવા માટે ઘડીઆળનું દ્રષ્ટાન્ત જરૂરનું છે. ઘડીઆળ જોતાં જ આપણે તેના બનાવનાર અને ઘડીઆળના ધાતુરૂપ જુદા જુદા ભાગેની ચર્ચા કરીએ છીએ; ઘડીઆળ બનાવનાર અને ઘડીઆળના ગુણદોષ કાઢીએ છીએ. ઘડીઆળીના હાથમાં ધાતુના કકડાઓ પ્રતિક્રિયાશીલ બની નવીન સ્વરૂપ ધારણ કરે છે. તેમના અન્ય અન્ય સંબંધમાં પણ પરિવર્તન થાય છે. જે કકડાઓ ઘડીઆળરૂપ ન હતા તે ઘડીઆળરૂપ બને છે. જે કોઈ પ્રાણું (દેહધારી) કઈ રીતે અન્ય પ્રાણીની ઉત્પત્તિ કરે તો નવીન પ્રાણી અને તેને કર્તા અગાઉ પણ અસ્તિત્વમાં હતા જ એવી પ્રતીતિ થઈ શકે છે. પિતા કે ગુરૂનાં દ્રષ્ટાન્ત ઉપરથી આ સત્ય વસ્તુ બધગમ્ય થશે. પુણ્યશાળી કે પાપી દરેક દેહધારી મનુષ્ય પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરવા મથે છે. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં દષ્ટિબિંદુથી વિચારતાં, જે તે વસ્તુ (કોઈ પણ વસ્તુ ) ઉત્પન્ન થતી જ નથી એમ કહી શકાય. પૂર્વનું શરીર છોડીને કોઈ ગર્ભમાં બાળકો આવે છે અને એ રીતે બાળકની ઉત્પત્તિ નથી. અધિક શું ?
વસ્તુની ઉત્પત્તિ અને તેના હેતુભાવ વિષયક અનિશ્ચિત વિચારે, નિર્મળ અને નિશ્ચિત બુદ્ધિયુક્ત