________________
જ્ઞાનાવરણીય કર્મ.
૪૩
પ્રશ્નમાં ઇન્દ્રિયના આવેશ–ભાવ સંબંધી ઉલ્લેખ હોતો નથી. ભૂતકાળમાં જોયેલી કઈ પણ વસ્તુનું માનસિક ચિત્ર આલેખતાં ચિત્ત પણ આ દશામાંથી પસાર થાય એ સંભવનીય છે. જે ચિત્તને આવી દશા પ્રાપ્ત થાય તે વસ્તુ શું હતી? એવો પ્રશ્ન (ચિત્તથી) ઉપસ્થિત થાય છે. ચિત્ત પિતે બાહ્ય પદાર્થો સાથે સંસર્ગમાં આવતું નથી. સામ્યતા અને મતભેદનું અંતરજ્ઞાન, મતિજ્ઞાનમાં આગળ વધતાં થાય છે. મતિજ્ઞાનની આ સ્થિતિને “ઈહા ” કહે છે. ચિત્તને થતું એક પ્રકારનું શંકાશીલ વિચારણવાળું જ્ઞાન તે ઈહા ”. આ દશા પછી વસ્તુ શું છે (કે શું નથી ?) એને નિર્ણય કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિને “અપાય” કહે છે. વસ્તુને સ્મરણમાં રાખવાની દશા–જેમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન ચાલુ રહે છે એ દશામતિજ્ઞાનની અંતિમ સ્થિતિ છે. મતિજ્ઞાનની આ અંતિમ કક્ષાને “ ધારણું ” કહે છે. આ નવાં જ્ઞાનથી જીવનમાં પરિવર્તન થવાની શક્યતા રહે છે.
ઇન્દ્રિઓથી ઉપલબ્ધ થતાં જ્ઞાન (મતિજ્ઞાન)નાં ઉપર પ્રમાણે કમો છે. મતિજ્ઞાનની સિદ્ધિમાં અંતરાયરૂપ થતી કર્મપ્રકૃતિને મતિજ્ઞાનાવરણીય કર્મ કહે છે.
જ્યારે કમ્મરૂપ અપ્રાકૃતિક ક્રિયાઓ સદંતર બંધ પડે છે ત્યારે જ આત્માનાં આંતર–ગુણે ખરા સ્વરૂપમાં આવી સક્રિય બને છે. જ્ઞાનનું આવરણ કરનારાં અપ્રાકૃતિક કમેનાં નિવારણથી વિવેકબુદ્ધિ, સ્મરણશક્તિ, નિરીક્ષણ કાર્ય આદિ પરિણમે છે. નૈતિક દુર્ગણોનું નિરસન થતાં