________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ .
(૫) અનંત રૂપી અને અરૂપી પદાર્થાંનાં જ્ઞાનનુ જે કર્મપ્રકૃતિથી આવરણ થાય છે તે જ્ઞાનાવરણીય કર્મની પાંચમી પ્રકૃતિ છે. તેને કેવળજ્ઞાનાવરણીય કર્મ કહે છે. અનંતજ્ઞાન એટલે સર્વજ્ઞપણુ -કેવલજ્ઞાન.
४२
અવધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન અને કેવલજ્ઞાન એ ચિત્ત અને ઇન્દ્રિઓના ઉપયોગ ( વ્યાપાર ) વિના પ્રત્યક્ષ સ્વરૂપમાં ઉપલબ્ધ થઇ શકે છે.
જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ આપણે જોઈ. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિષેજ્ઞાનના સત્યતા અને અસત્યતાની દ્રષ્ટિએ બબ્બે પ્રકાર છે. આ રીતે વિચારતાં જ્ઞાનના એક ંદર આઠ પ્રકાર છે. મતિજ્ઞાન આદિના બબ્બે પ્રકાર સત્ય મતિજ્ઞાન, મતિઅજ્ઞાન આદિ સમજી લેવાં.
પ્રકારના
ઇન્દ્રિઓદ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવામાં ( મતિજ્ઞાનમાં ) કર્યું, હસ્ત આદિ ઇન્દ્રિઓને બાહ્ય વસ્તુનાં આંદોલન સાથે સંસર્ગમાં મૂકવામાં આવે છે. આથી જે તે ઇન્દ્રિયમાં એક પ્રકારના આવેશભાવ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિઓના આ આવેશભાવ–ઉત્તેજના વૃત્તિને વ્યંજનાવગ્રહ કહે છે. વ્યંજનાવગ્રહ પછી ચિત્તમાં પણ ઉત્તેજના–ભાવ પરિણમે છે. ચિત્તના આ ભાવને અર્થાવગ્રહ કહે છે. અર્થાવગ્રહ બાદ વસ્તુ શું છે? એવા પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં આંતરજ્ઞાનવૃત્તિ મૂકાય છે. જે વસ્તુનું જ્ઞાન થયું હાય તેના નિર્દેશ પ્રશ્નથી થાય છે.