________________
૪૦.
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જેનધર્મ
આત્મા અને ભૈતિક દ્રવ્યનાં મિશ્રણથી માનવ પ્રાણી એક અંશરૂપે નિષ્પન્ન થાય છે, એવી વિચારસરણીથી આપણું દ્રષ્ટિબિન્દુ હવે બદલાય છે. મનુષ્યની દેહધારી આત્મા–અશુદ્ધ આત્મદ્રવ્ય તરીકે એ દ્રષ્ટિએ ગણના થઈ શકે છે.
હવે કર્મની આઠે પ્રકૃતિઓનો વિચાર કરીએ. વિશુદ્ધ આત્મા માટે આ સર્વ પ્રકૃતિઓ અસાહજિક (બીનકુદરતી) છે.
૧ જ્ઞાનાવરણીય કર્મ. આ કર્મ કર્મોને પ્રથમ પ્રકાર છે. જ્ઞાનનું આવરણ કરવું એ તેનું સ્વરૂપ છે.
જ્ઞાન એ આત્માનું વસ્તુતત્ત્વ છે. ચેતના, જ્ઞાન અને આત્મા એ બહુધા (બહુ અંશે) એક જ વસ્તુઓ છે. જ્ઞાન એ ચેતન પ્રાણીની નિશ્ચય–દશા છે. ગુરૂ, ભાષા, જ્ઞાત વસ્તુ કે તેનું આલેખન (દર્શન) એ જ્ઞાનનાં સાધન-કારણે છે. વસ્તુતઃ વિચારતાં કેઈ ગુરુ જ્ઞાનના પ્રદાતા હેઈ શકે નહિ. જ્ઞાનને મનુષ્યમાં વિકાસ થઈ શકે એ માટે ગુરુ એક સાધન-કારણરૂપ છે. આત્મા એ જ્ઞાનનું મુખ્ય કારણ છે. કઈ પણ વસ્તુ તેના ગુણનું કારણ છે એ અર્થમાં આત્મા જ્ઞાનનાં કારણરૂપ છે. જ્ઞાનનો સ્વયમેવ વિકાસ થવો જોઈએ. આત્મામાં બહારથી જ્ઞાનનું નિધાન થઈ
* આ વિષયનુ સિદ્ધમતવિવરણ તત્ત્વાર્થાધિગમસૂત્ર (જર્મન . આવૃત્તિ ૮-૫)માં આપવામાં આવ્યું છે. પૃષ્ઠ પ૨૯. લેખક