________________
મનુષ્યની સઘસ્થિતિ.
૩૯
છે. આત્મા અને આ કર્મ-શક્તિઓને સમૂહ (કુલ સરવાળો) એટલે કોઈ મનુષ્ય કે અન્ય કઈ સંસારી પ્રાણું. કર્મરૂપ શક્તિઓની વિચારણા, તેમનાં સ્વરૂપ (પ્રકૃતિ), સમયકાળ ( સ્થિતિ), અતિશય ( અનુભાગ), સમૂહ (પ્રદેશ) અને ઉત્પત્તિની દ્રષ્ટિએ થઈ શકે. કર્મ-શક્તિને આંતર-પ્રવાહ કેમ અટકાવી શકાય અને કુદરતી સમય અગાઉ કર્મથી મુક્તિ કેમ થઈ શકે એને વિચાર પણ કર્મશક્તિનાં નિરીક્ષણપૂર્વક અભ્યાસમાં અત્યંત આવશ્યક છે. કર્મોના એકંદર આઠ પ્રકાર છે. સ્વરૂપ અને કાર્યની દ્રષ્ટિએ તેમના કુલ્લે ૧૫૮ વિભાગ પડી શકે છે. દરેક કર્મની પ્રકૃતિ (સ્વરૂપ) બીજાં કર્મોની પ્રકૃતિએ કરતાં સર્વથા ભિન્ન હોય છે.
કર્મોના ઉપરોક્ત વિભાગોનું વર્ગીકરણ કરવા અગાઉ દ્રષ્ટિબિન્દુમાં પરિવર્તનની જરૂર છે. આ દ્રષ્ટિબિન્દુનો ઉપક્રમ કરતાં મી. જી. ટી. લેંડના પુસ્તકમાં આપેલા કેટલાક વિચારો ઉપયોગી થઈ પડશે. | મી. લૈંડ સત્યવસ્તુ વિષયક પિતાના વિચારે પ્રદર્શિત કરતાં જણાવે છે કે “જે વિચારો અને શક્તિઓ અંતરજ્ઞાનપૂર્વક–સ્વકીય (પિતાનાં) ન હોય તેમનાં અસ્તિત્વ (પ્રત્યક્ષતા) નો સ્વકીય વિદ્યમાનતામાં સ્વીકાર કરવાને મનુબે કેવા તત્પર હોય છે? મનુષ્ય બધા કે અન્ય પ્રાણની કૃતિ છે. મનુષ્યમાં અત્યંત પ્રવેશ (આવિર્ભાવ) કરવા છતાં આ અન્ય પ્રાણી અને મનુષ્ય વચ્ચે એકતા ( સામ્ય) હેવાનું મનાતું-ગણાતું નથી.
* Theory of Reality, Pp. 357.