________________
જ્ઞાનાવરણીય કર્મ
mm શકતું નથી. આથી શિષ્ય યથાગ્ય સ્થિતિમાં ન હોય ત્યાં સુધી ગુરુના શબ્દો (શિક્ષણ)થી જ્ઞાનની નિષ્પત્તિ થતી નથી.
જ્ઞાનના પાંચ પ્રકારે છે એ જ પ્રમાણે જ્ઞાનનું આવરણ કરનારી પાંચ કર્મ–શક્તિઓ છે.
(૧) કેઈ પણ શક્તિ કે યિા જેથી ઈદ્રિય જ્ઞાનનું અને મનનું આવરણ થાય છે. (મતિજ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિ).
(૨) અક્ષરે તથા ચિહોના અર્થબોધથી ઉપલબ્ધ થતા જ્ઞાનનું આવરણ કરનારૂં કર્મ (શ્રુતજ્ઞાનાવરણીય કર્મ).
શબ્દો એ ભાવે (વિચાર)નાં ચિહ્નરૂપ છે. કૂતરો તેનો માલીક હાથવતી ઈસારો કરે છે એટલે માલીક પાસે જવું જોઈએ એમ તે સમજી જાય છે. માલીકને ઇસારે માત્ર જોવાથી માલીકની ઈચ્છાનું કૂતરાને નિરૂપણ થાય છે.
(૩) જેથી આધ્યાત્મિક રૂપી પદાર્થોના જ્ઞાનનું આવરણ થાય તે કર્મ ( અવધિજ્ઞાનાવરણીય કર્મ ).
ઈન્દ્રિઓ રૂપી સાધનના ઉપયોગ કે સ્પર્શ વિના આત્માથી સૈતિક રૂપી વસ્તુઓનું જે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનમાં અતીન્દ્રિય દર્શનને સમાવેશ થઈ જાય છે.
(૪) અન્યના મન ૫ર્યાયે જાણવાના જ્ઞાનનું આવરણ કરનારૂં કર્મ તે જ્ઞાનાવરણીય કર્મની ચોથી પ્રકૃતિ છે. એને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહે છે. બીજાનાં મનના વિચારે કે ભાવનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન છે.