________________
ન
મનુષ્યની સઘસ્થિતિ.
૩૭
મનુષ્ય વિશ્વને એક ભાગ છે અને ધર્મ-સિદ્ધાન્તની દ્રષ્ટિએ તેનું મહત્વ વિશેષ છે. આથી હવે પછીનાં પ્રકરણમાં મનુષ્યની વસ્તુસ્થિતિ (સઘસ્થિતિ) અને સંભવ્ય સ્થિતિ સંબંધી વિવેચન કરવામાં આવ્યું છે. મનુષ્યની સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ (મોક્ષમાર્ગ) ના ઉપાયોનું પણ તેમાં નિદર્શન કરવામાં આવ્યું છે.
પ્રકરણ ત્રીજું. મનુષ્યની સઘસ્થિતિ. (વર્તમાન સ્થિતિ.)
મનુષ્ય એટલે કેઈ પણ માનવ પ્રાણી. આ પ્રકરણમાં મનુષ્ય સંબંધી મુખ્યત્વે વિચારણા કરવામાં આવી છે. આમ છતાં તેમાં પ્રતિપાદિત કરવામાં આવેલ સિદ્ધાન્ત મનુષ્યોને તેમજ સર્વ પ્રકારના અન્ય ચેતન પ્રાણીઓને લાગુ પડે છે. આ સિદ્ધાન્ત વનસ્પતિ, પશુ-પક્ષીઓ, જીવ-જંતુઓ, નિશાચ, દેવે અને બીજાં કઈ પણ સ્વરૂપવાળાં પ્રાણીને એક સરખે જ લાગુ પાડી શકાય છે.
મનુષ્ય માત્ર એક જ અંશથી બનેલ પ્રાણી નથી. તે આત્મા સાથે જડ વસ્તુનાં મિશ્રણરૂપ છે. મનુષ્યની સઘસ્થિતિ આ મિશ્રણનું પરિણામ છે. મનુષ્યની સંભવનીયતા ઉત્કૃષ્ટ સ્થિતિનાં દ્રષ્ટિબિન્દુથી મનુષ્યનું વર્તમાન જીવન વિભાવિક (બીનકુદરતી) છે.
આત્માનું ભૌતિક પદાર્થો સાથે આ પ્રમાણે જે મિશ્રણ થયેલું છે તે કઈ સાદું મિશ્રણ નથી. એ મિશ્રણ એવું નથી