________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ.
વિચારરૂપે આ પ્રમાણે પરિણમે છે. વિચારાના આ નિશ્ચિત વિકાસ અત્યંત લાભદાચી છે.
૩૬
આપણે વિચારવાના વિષયના પ્રથમ ખંડ પૂરા થયા. વિશ્વને પાંચ વિભિન્ન દ્રવ્યો ( સત્ય વસ્તુએ ) નાં તંત્ર (રચના) રૂપે આપણે જોયુ. આ પાંચ દ્રવ્યે પૈકી પુગલ અને આધ્યાત્મિક દ્રવ્ય (આત્મદ્રવ્ય) એ એ દ્રવ્યો અનંત લઘુતમ અને સબધયુક્ત અશોના સમૂહ છે. એ દરેક અંશમાં અભેદ્ય મિશ્રતાયુક્ત ગુણા છે. ભૌતિક તેમજ આત્મદ્રવ્યના આ અશા શાશ્વત છે. માત્ર તેમના પારસ્પરિક સબધામાં જ નિત્ય પરિવર્તન થયા કરે છે. વિશ્વનાં તત્ત્વ પેાતાના ગુણાના પર્યાયાનાં શાશ્વત પરિવર્તનમાં અવિરત રીતે ક્રિયાશીલ હોય છે. વિશ્વ આ પ્રમાણે એક સજાતીય દ્રવ્ય કે એક વ્યક્તિ-આત્મા નથી. વિશ્વમાં એક વિરાટ્ આત્મા સર્વત્ર પ્રવર્તે છે અને તે અનેક આત્મા રૂપે વિભિન્ન અને છે એમ પણ માની શકાય નહિ. જ્ઞાન એ અંતિમ ભૂમિકા છે, વિશ્વના શેષ ભાગ અને પેાતાના આત્મા વચ્ચે સામ્ય ન હાવાનું દરેક વ્યક્તિ-આત્માને સામાન્યતઃ જ્ઞાન હાય છે. પ્રત્યેક આત્મામાં અન્ય આત્મા તેમજ વસ્તુઓનું અનસ્તિત્વ હાવાનું સર્વ આત્માઓનું સાહજિક સ્વરૂપ છે, એવુ આત્માનું અધઃપતન કરનારાં તત્ત્વાથી સર્વથા મુક્ત થયેલા સર્વજ્ઞ ભગવંતાનું સ્પષ્ટ કથન છે. એક આત્મા બીજો આત્મા ન જ બની શકે એવા સર્વજ્ઞાને પરમ મેધ છે. વળી આ વિશ્વ આત્મા રહિત કોઈ યંત્રક્રિયા નથી. કેાઇ પ્રાણીએ (પરમેશ્વરે ) તેની શૂન્યમાંથી ઉત્પત્તિ કરી છે એમ પણ નથી.