________________
૩૪
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
હિમ પીગળે છે કારણ કે સૂર્ય ઉષ્ણ છે. આમાં સૂર્ય અને પીગળતાં હિમ વચ્ચે કારણ–સંબંધ છે. હિમ અને પાણી વચ્ચેનો સંબંધ પણ કારણ–સંબંધ છે. આથી હિમ પાણીનાં કારણરૂપ છે એ સહજ સમજી શકાશે.
સૂર્યની ઉષ્ણતાથી હિમ પાણીરૂપે પરિણમે છે, એમાં બે પ્રકારનાં કારણે છે –(૧) હિમ જે મુખ્ય કારણ છે; (૨) સૂર્ય એ કાર્યને માટે સાધનરૂપ, પ્રાસંગિક કે નિર્ણ ત્પાદક કારણ બને છે.
પહેલું કે મહત્ત્વનું કારણ જેને ઉપાદાન કારણ કહે છે તેનું પૂર્વ સ્થિતિ સાથે સામ્ય રહે છે. નિર્ણત્પાદક કારણ (નિમિત્ત કારણો એ હંમેશાં જુદી જ વસ્તુ હોય છે. નિમિત્ત અને ઉપાદાને કારણે કદાપિ એક હોઈ શકે નહિ.
કોઈ પણ વસ્તુ કે દ્રવ્ય અને તેનાં આવિષ્કરણે (સ્વરૂપે) નાં મહત્ત્વનાં (મુખ્ય) કારણમાં પરિણામ તેમજ કારણ વસ્તુતઃ એક જ (અભિન) હોય છે. આત્માનાં મૂળ મહત્ત્વનાં કારણ અને આત્માની પૂર્વ સ્થિતિ વચ્ચે એકતા જ હોય. પાણીનું વાસ્તવિક કારણ પાણીની પૂર્વ સ્થિતિ–બરફ છે એ આપણે હમણા જ જોયું.
જૈન તત્વજ્ઞાનનો હેતુભાવને નિયમ દરેક ક્રિયા માટે બે કારણેને સ્વીકાર કરે છે. દરેક ક્રિયામાં આ બને કારણે એક સરખાં આવશ્યક છે. દરેક કાર્યમાં તેમનું એક