________________
૩૨
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
નિરીક્ષા આ બંને રીતે થઈ શકે. દશ્યનાં સ્વરૂપમાં આ વિષે ઉલ્લેખ થઈ ગયું છે.
ભૂતકાળમાં જેનું અસ્તિત્વ હતું, હાલમાં જે વિવમાન છે અને ભવિષ્યમાં જેનું અસ્તિત્વ થશે તે સર્વનું ચેતન પ્રાણી કે જડ વસ્તુ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉત્પત્તિ વિનાશ અને શાશ્વતપણું જેમાં હોય તે ચેતન કે જડ એવી ચેતન તેમજ જડ પદાર્થની વ્યાખ્યા છે. પુદ્ગલ, અવકાશ, કાળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને દરેક વ્યક્તિગત આત્માને શાશ્વત ગણી સત્ય વસ્તુને ઉત્પત્તિ જ ન હવાનું દૃષ્ટિબિન્દુ જૈનદર્શન ગ્રહણ કરે છે. શાશ્વત સાધનેને ઉત્પત્તિ જ ન હોય એવી જૈન તત્વજ્ઞાનની સ્પષ્ટ માન્યતા છે. કોઈ એક જ જીવ કે મૂળ દ્રવ્યના સંબંધમાં જ જૈન ધર્મની આ પ્રકારની માન્યતા નથી. સર્વ જી અને દ્રવ્યના સંબંધમાં જૈન મંતવ્ય એ જ છે.
જગત્ આદિની ઉત્પત્તિનાં દ્રષ્ટિબિન્દુ સાથે જ શાશ્વત જગને હેતુભાવ કે મૂળ કારણ કેમ હોઈ શકે?” એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. દરેક પ્રાણી કે વસ્તુનાં પ્રત્યેક પરાવર્તનનું સ્વરૂપ એવું છે કે, પરાવર્તનનાં દરેક સ્વરૂપને સમય અને કારણ રૂપે ઉત્પત્તિ હોય છે જ, એ મજકુર પ્રશ્નનો જવાબ આપી શકાય. આ મંતવ્ય વર્તમાન જગતની પ્રત્યેક વસ્તુ તેમજ ભૂતકાલીન અને ભાવી દરેક વસ્તુ અને પ્રાણીને લાગુ પડી શકે છે. જડ પદાર્થના અંતિમ પરમાણુઓ અને પ્રત્યેક આત્માના ગુણેમાં નિત્ય પરાવર્તન થતું રહે છે. જડ વસ્તુઓ