________________
૩૦
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
સંબંધિત મનુષ્યને કઈ રીતે બેટી દેરવણ કરતું નથી. એમાં કઈ પણ વસ્તુનાં યથાર્થ સત્ય કથન માટે જે તે કથન “સ્યા કિયાવિશેષણથી શરૂ થાય છે. વસ્તુના યથાર્થ વક્તવ્ય માટે બીજી છ ગર્ભિત રીતિઓ છે એવું આ ખાસ ક્રિયાવિશેષણથી સૂચિત થાય છે. દા. ત. આપણે માટી નથી એ નકારાત્મક કથન “આપણે અમર-આત્મા” છીએ એવાં નિશ્ચયાત્મક કથનની દ્રષ્ટિએ અર્થસિદ્ધ છે. વસ્તુ-વ્યંજનના ૭ પ્રકારમાં એક નિશ્ચિત કથન હોય છે અને એથી ગર્ભિત બીજા છ પ્રકારે અર્થસિદ્ધ બને છે. એક વસ્તુના અનેક ગુણનું નિવેદન એક જ કથન (વાક્ય)માં થઈ શકે નહિ. જે કથનથી વસ્તુના એક ગુણનું વિધાન થાય છે તેથી અન્ય સર્વ ગુણોનું ગર્ભિત રીતે નિદર્શન થાય છે.
હેતુભાવ (કારણુત્વ) જીવનને આનંદ જીવન-કલહ પછી આવે છે એમ શ્રી વીરચંદભાઈ ગાંધીએ કહ્યું છે. જીવનના આ આનંદમાં મનુષ્ય વિચારથી ઓતપ્રેત બને એ સંભવનીય છે. વિચાર–મનન એ તત્વજ્ઞાનને ગતિમાન આત્મા (સવિશેષ ભાગ) છે. તત્ત્વજ્ઞાનની દષ્ટિએ વિચાર કરતાં શરૂઆતમાં વિશ્વનાં આદિકારણ (મૂળ) નું સંશોધન કરવાની વૃત્તિ ઉદ્દભવે છે. આ સ્થિતિમાં કારણત્વના નિયમે સ્થાપિત કરવાના મનોરથ જાગે છે અને એની સિદ્ધિ અર્થે યથાયોગ્ય પ્રયત્ન થાય છે. પૃથક્કરણ દ્રષ્ટિથી કેટલાક વિચારો કર્યા