________________
૨૮
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ.
થઈ શકે. વસ્તુની દ્રષ્ટિબિન્દુઓનાં બે પ્રકાર છે – શાશ્વત દ્રષ્ટિબિન્દુઓ અને વિનાશી દ્રષ્ટિબિન્દુઓ. દા. ત. આ પુસ્તકને પુસ્તકરૂપે ગણતાં તે વિનાશી છે. તે અસ્તિત્વમાં આવ્યું છે અને (વિનાશી હોવાથી) અસ્તિત્વ રહિત થશે, પણ પુસ્તકની જડ વસ્તુના પરમાણુઓ તરીકે ગણના કરતાં તે વિનાશી નથી. જડ વસ્તુઓના પરમાણુઓ તરીકે તે અવિનાશી-શાશ્વત છે. પુસ્તક રૂપી જડ પદાર્થના પરમાણુઓ કઈ કાળે પણ અસ્તિત્વમાં આવ્યાં નથી. એ પરમાણુઓ કઈ કાળે પણ અસ્તિત્વશૂન્ય બનશે એ અશક્ય જ છે. એક દ્રષ્ટિબિન્દુથી એટલે દ્રવ્યાર્થિકનયથી વિચારતાં વિશ્વ અનાદિ તેમજ અનંત છે. પર્યાયાર્થિક નયનાં બીજાં દ્રષ્ટિબિન્દુથી વિચાર કરતાં વિશ્વમાં દરેક ક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થયા જ કરે છે. મૂળતત્ત્વધનમાં આ બને દષ્ટિબિન્દુઓ માલુમ પડે છે.
સંગીકરણ એ મૂળતત્વશોધનનું અનુગામી છે અને તેથી કઈ વસ્તુને વ્યક્ત કરવાની ભિન્નભિન્ન રીતિએને ઉપક્રમ શરૂ થાય છે. વસ્તુને વ્યકત કરવાની જુદી જુદી રીતિઓ તેનું નામ સ્યાદ્વાદ છે. સ્વાદુવાદ એટલે વસ્તુના અવિભિન્ન મિશ્રિત ગુણે અને સંબંધોને નિર્મૂળ ન કરવાને સિદ્ધાન્ત. સ્વાવાદના સિદ્ધાન્તમાં વસ્તુમાં અભિન્ન રીતે મિશ્રિત થયેલા ગુણે (અને સંબંધે) કાયમ જ રહે છે.