________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ.
દ્રવ્યનાં વિશિષ્ટ સ્વરૂપેામાં ચેતના પણ છે. ચેતના એ ચેતન દ્રવ્ય (જીવ) નું લાક્ષણિક રૂપ છે. આકાર હાવા એ ખીનું વિશિષ્ટ સ્વરૂપ છે અને તે પુદ્ગલની એક વિશિષ્ટતા છે. આ જ પ્રમાણે બીજી વસ્તુને સમાવવીધારણ કરવી એ અવકાશનું વિશિષ્ટ સ્વરૂપ છે. સર્વસત્વની દ્રષ્ટિએ વિચારતાં દ્રવ્યનાં વિશિષ્ટ સ્વરૂપે, તેના સામાન્ય સ્વરૂપાની માફક અનંત છે.
૨૬
દરેક વસ્તુને આમ પેાતાનાં વિશિષ્ટ તેમજ બીજી વસ્તુઓ જેવાં સામાન્ય સ્વરૂપો હોય છે. હવે આપણે દ્રવ્યને જાણવાની રીતેા કે દ્રવ્યના નયા વિષે વિચાર કરીએ. જ્ઞાત વસ્તુમાંથી અજ્ઞાત વસ્તુ પ્રત્યે પ્રયાણુ કરવું એ તત્ત્વજ્ઞાનના એક પ્રદેશ છે.* જૈન તત્ત્વજ્ઞાનની શૈલી, વિચારણા પૃથક્કરણ અને સચૈગીકરણની છે.
પૃથક્કરણ ભાવ—અગાઉ મનની જે દશા વતે છે
તેનુ નામ વિચારણા. વિચારણાની દશા સૌથી પૂર્વગામી છે. તેમાં કાઇ વસ્તુ કે ભાવનું અનિશ્ચિત પણ અનુભવસિદ્ધ જ્ઞાન એક જુદા જ વિષય તરીકે થાય છે. આ દશા પછી પૃથક્કરણુ ભાવ ઉપયુક્ત બને છે. વિશ્વની સત્ય વસ્તુ સાથે એકતા એ જ ખરી વિચારણા એવુ ઘણા તત્ત્વજ્ઞાનીઆનું મંતવ્ય છે. પૃથક્કરણ ભાવ એટલે મૂળતત્ત્વશોધનના ઉપયાગ વિચારણાની દશા ખાદ અત્યંત આવશ્યક છે.
* એશીયાટીક કવાલી, જુલાઈ ૧૯૦૦, પૃષ્ઠ ૧૪૨; તત્ત્વાર્થીધિગમ સૂત્ર ૧-૧૫; જન એક્ જન ઓરીયેન્ટલ સેાસાયટી, વેલ્યુમ ૬૦ પૃ૪ ૨૯૫.