________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ,
દ્રવ્ય) તેમજ દરેક જડ વસ્તુઓને લાગુ પડી શકે છે. હવે આપણે દ્રવ્યના સ્વરૂપને વિચાર કરીએ.
દ્રવ્યનાં સ્વરૂપે તમામ દ્રવ્યમાં બે પ્રકારનાં સ્વરૂપ માલમ પડે છે. અસ્તિત્વ ધરાવતી કોઈ પણ ગુણધર્મ-વિશિષ્ટ અને સત્ય વસ્તુ (કે પ્રાણી) ની વિચારણે સામાન્ય કે વિશિષ્ટ રીતે જ થઈ શકે. આ છેલ્લાં કથનને સાર એ છે કે, એક વસ્તુઓનાં સ્વરૂપ બીજી વસ્તુઓની દ્રષ્ટિએ સર્વસામાન્ય હોય છે. વસ્તુઓને આ સામાન્ય સ્વભાવ છે. એ ઉપરાંત પ્રત્યેક વસ્તુને પિતાનું ખાસ સ્વરૂપ (વિશેષ સ્વભાવ) પણ હોય છે. દા. ત. આ પુસ્તક બીજી જડ વસ્તુઓની માફક એક જડ પદાર્થ છે. આમ પુસ્તક અને બીજી ભૌતિક વસ્તુઓનું, જડતાની દ્રષ્ટિએ સામાન્ય સ્વરૂપ છે એ ઉપરાંત પુસ્તક એ કાગળ રૂપે એક વિશિષ્ટ દ્રવ્ય છે. પુસ્તકનું આ રીતે વિશિષ્ટ સ્વરૂપ છે.
“ફકત પદાર્થ કઈ વસ્તુ કે દ્રવ્ય જ' એમ સામાન્ય રીતે જૈન સિદ્ધાંત અનુસાર બેલી શકાય નહિ. જૈન સિદ્ધાન્તમાં આ શબ્દને સામાન્ય રીતે સ્થાન નથી. આનું કારણ એ છે કે જ્યાં જ્યાં જડ પદાર્થ (પુદ્ગલ) છે ત્યાં ત્યાં એ પદાર્થ અમુક પ્રકારને તે છે જ. દા. ત. કાગળકાગળ તે કાગળ છે, તે પત્થર હોઈ શકે નહિ. વળી જ્યાં જ્યાં દ્રવ્ય છે ત્યાં ત્યાં એ દ્રવ્ય અમુક પ્રકારનું હોય છે એમ પણ ખરું. પુદ્દગલ અમુક પ્રકારનું દ્રવ્ય છે અને એ રીતે આ મંતવ્યનું સમર્થન થાય છે.