________________
અવકાશ-સમય–દ્રવ્યની વ્યાખ્યા.
૨૩
આકાર રહિત બનતો નથી. આકાર એ નિશ્ચિત ગુણ છે. તે કઈ વાર ગોળ તે કઈ વાર ચેરસ પણ હોઈ શકે. આકારના એ પર્યાય છે.
વ્યાખ્યા ત્રીજી–ઉત્પત્તિ, વિનાશ અને પ્રવતા એ ગુણે જેમાં છે તે દ્રવ્ય છે. પૂર્વોક્ત બે દૃષ્ટિબિન્દુઓ એકત્ર કરતાં આ વ્યાખ્યા નિષ્પન્ન થાય છે. અસ્તિત્વની નવીન રીતને ઉભવ થતાં તેની પૂર્વની અવસ્થાને નાશ થાય છે; દ્રવ્ય માત્ર કાયમ રહે છે. એક ઘરને નાશ થતાં કચરાને ઢગ ઉત્પન્ન થાય છે (અસ્તિત્વમાં આવે છે) પણ ઘરની ઈટ વિગેરે તે તે જ રહે છે. દ્રવ્યને નાશ થતું નથી કે તેની ઉત્પત્તિ પણ નથી થતી. દ્રવ્યનાં અસ્તિત્વની જુદી જુદી રીતિઓ જ ઉદ્ભવે છે અને એ રીતિઓને જ નાશ હોઈ શકે છે. દ્રવ્યના વિભાગે વચ્ચેના પરસ્પર સંબંધની ઉત્પત્તિઓ થાય છે કે એ સંબંધને નાશ પણ થાય છે. છેલ્લા દ્રષ્ટાતમાં આ વસ્તુ ૨૫ષ્ટતાથી માલુમ પડી શકે છે.
- વ્યાખ્યા એથી ખાસ કાર્ય કરે તે દ્રવ્ય એ દ્રવ્યની ચોથી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા એક સામાન્ય દ્રષ્ટિબિન્દુ છે. ખાસ દ્રવ્યને જ તે લાગુ પડી શકે છે. " દ્રવ્યની ઉપરોક્ત દરેક વ્યાખ્યા આત્મા (આધ્યાત્મિક
આ દષ્ટાન્ત સત્ય છે. એને ઉલટાવવાથી બનતું દ્રષ્ટાન્ત પણ સત્ય છે. ઉલટાવેલું દ્રષ્ટાન્ત આ પ્રમાણે હેયઃ કચરાને ઢગ ઉત્પન્ન થતાં ઘરને નાશ થાય છે.”