________________
અવકાશ-સમય-દ્રવ્યની વ્યાખ્યા.
અનુક્રમે સંલગ્ન કારણહેતુરૂપ હોય છે. પદાર્થો અને પ્રાણીઓની ગતિ તથા સ્વૈર્ય માટે આ હેતુઓની અનિવાર્ય આવશ્યક્તા છે.
અવકાશ અવકાશ એ બીજા દ્રવ્યને પિતાની અંદર સમાવાનું કાર્ય કરે છે. તેને કઈ પૂરક વસ્તુની જરૂર રહેતી નથી. અવકાશનું સ્વરૂપ એવું છે કે પૂરક વસ્તુની જરૂર જ ન રહે. અવકાશ એ સત્ય વસ્તુ છે, પણ તે પદાર્થ (પુદ્ગલ) નથી.
સમય સમય એ બીજાં પાંચ દ્રવ્ય માફક અવિભાજ્ય અને અવિચ્છેદ અંશેને સમૂહ નથી. માત્ર અનુકૂળતાને ખાતર જ સમયને દ્રવ્ય કહેવાય છે. વસ્તુતઃ તે દ્રવ્ય કલ્પનાત્મક છે. સમયથી કઈ વસ્તુ કે પ્રાણીમાં થતાં પરિવર્તન (પર્યાય) થી આપણે જે તે વસ્તુ કે પ્રાણની પ્રથમતા કે ઉત્તરતા જાણી શકીએ છીએ. આવું પરિવર્તન બીજા સર્વ પદાર્થો (ક) ને સર્વસામાન્ય છે. સમય આ પ્રમાણે ખરી રીતે પદાર્થની જુદી જુદી સ્થિતિઓને કાળ છે.
દ્રવ્યની વ્યાખ્યા જે જે ભિન્ન ભિન્ન દ્રવ્યનું વિશ્વ બનેલું છે તેને વિચાર કર્યા પછી હવે આપણે દ્રવ્યની વ્યાખ્યા ઉપર આવીએ. દ્રવ્યની આ વ્યાખ્યા એવી હોવી જોઈએ કે