________________
ચેતનવંત પ્રાણીઓના ગુણો.
અને અદશ્ય છે; પણ તેનાં અસ્તિત્વનાં ચિન્હો બીજી વસ્તુઓમાં માલુમ પડે છે. તેનાં અસ્તિત્વનો સાક્ષાત્કાર જાતે પણ થઈ શકે છે. દરેક પ્રાણ સ્વયંઝિયાશીલતા, જ્ઞાનશકિત, વિવિધ પ્રકારની વૃત્તિઓ આદિને અનુભવ કરે જ છે.
મનુષ્ય, પશુ, પંખીઓ, નિશાચરે તેમજ દેવે એ બધાં ચેતન પ્રાણીઓ છે. એ સર્વમાં દ્રષ્ટિગોચરતા, જ્ઞાનશક્તિ, સ્પર્શયતા, ગતિ, સ્વયં ક્રિયાશીલતા તેમજ વૃત્તિપ્રાધાન્ય માલુમ પડે છે કે કલ્પનીય છે? આ સર્વ ગુણોના નીચે મુજબ બે ભાગ થઈ શકે –
(૧) દ્રષ્ટિગોચરતા, સ્પર્શયતા અને ગતિ. (૨) સ્વયં ક્રિયાશીલતા, જ્ઞાનશક્તિ અને વૃત્તિ.
ઉપરોકત ૬ ગુણે પૈકી છેવટના ત્રણ ગુણોને આવિર્ભાવ અચેતન–જડ વસ્તુમાં થતું નથી. ચેતન પ્રાણીઓ આત્મા અને શરીરરૂપ ભિન્ન પ્રકારનાં દ્રવ્યનાં મિશ્રિત દ્રવ્ય છે એમ આથી સિદ્ધ થાય છે.
શરીર એ પરમાણુઓને વિશાળ સમૂહ હોવાથી એક વસ્તુ-પદાર્થ છે. શરીરમાં પરમાણુઓ આવે છે ને જાય છે. આત્મા એક સજાતીય દ્રવ્ય છે. તે કઈ વિવિધ પ્રકારના અંશે-દ્રવ્યથી બનેલ મિશ્ર દ્રવ્ય નથી. એના કઈ ભાગ પડી શકતા નથી. આત્માના ગુણે શરીરના પરમાણુઓ માફક જતા-આવતા નથી. વળી આત્મા સ્વયમેવ શાશ્વત છે. તેની